નકામી લાગતી કેળાની છાલ કેળા કરતા પણ શરીર માટે છે વધારે ફાયદાકારક, વાંચીને ક્યારેય ફેંકવાનો વિચાર નહીં આવે

0

કેળા ખાવાથી શરીરમાં થતા ફાયદાઓથી તો આપણે સૌ પરિચિત જ છીએ. આપણે જાણીએ છીએ કે કેળામાંથી આપણને કેલ્શિયમ મળે છે અને તે હાડકાની મજબૂતી માટે ખુબ જ જરૂરી છે પરંતુ શું આપણે કેળાની છાલના ફાયદા વિશે ક્યારેય જાણ્યું છે?

Image Source

નકામી લાગતી એ કેળાની છાલને આપણે રસ્તામાં ફેંકી દેતા હોઈએ છે, કારણ કે આપણને અસલી મઝા તો કેળું ખાવામાં જ આવતી હોય છે પરંતુ આજે અમે તમને તેની છાલના ફાયદા વિશે જે વાતો જણાવવાના છીએ તે વાંચી તમે પણ કેળાની છાલ ફેંકવાને બદલે ઉપયોગમાં લેવા લાગશો.

Image Source

તો ચાલો જાણીએ કેળાની છાલના ફાયદાઓ:

Image Source
  • ન્યુટ્રીશ્યનોનું માનવું છે કે કેળાને જો તમે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સમજતા હોય તો તમારે તેને તેની છાલ સાથે ખાવું જોઈએ. કારણ કે આમ કરવાથી શરીરને સૌથી વધારે ફાયબર મળે છે. કેળાની છાલમાં 10 ટકા ફાઈબર રહેલું છે. ઓસ્ટ્રેલિયાના પોષણ વિષેશજ્ઞ સુસી બ્યુરેલે પોતાના એક બ્લોગમાં લખ્યું હતું કે “કેળાની છાલ ખાવાથી તમને 20 ટકા વધારે વિટામિન બી-6 અને વિટામિન સી મળે છે.

    Image Source
  • જો તમે કેળા સાથે તેની છાલ પણ ખાવ છો તો તમને પોટેશિયમ મેગ્નેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. સૂસીનાં કહ્યા પ્રમાણે કેળાની છાલને સીધી જ ખાવાના બદલે તમે તેને રાંધીને પણ ખાઈ શકો છો.

    Image Source
  • કેળાની  છાલની અંદર વિટામિન એ રહેલું છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇન્ફેક્શનથી લડવામાં પણ મદદ કરે છે.

    Image Source
  • આ છાલની અંદર લુટિન નામનો પદાર્થ પણ રહેલો છે જે આંખોનું તેજ વધારે છે અને મોતિયાબિંબ જેવી આંખોની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

    Image Source
  • શરીરમાં જમા થતા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ કેળાની છાલ ખુબ જ કારગર નીવડે છે જેના કારણે તમારું હૃદય પણ સ્વસ્થ રહે છે.
  • કેળાની છાલમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ખુબ જ મદદગાર સાબીત થાય છે.

    Image Source

તો કેળાની છાલ સાથે ખાવાના પણ આવા અનેક ફાયદાઓ છે. કેળાની છાલને જો તમે સીધી ના ખાઈ શકતા હોય તો તમે તેને બાફીને અથવા તો જ્યુસ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.