સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા, જીવન બદલાઈ જાય એવી ટિપ્સ

સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં પાણી પીવાના છે ઘણા ફાયદા, High Bp સાથે બીજી ઘણી બીમારીઓ થશે ગજબ ફાયદાઓ

આ દિવસોમાં પાણી પીવા માટે કોપરની બોલ્ટ્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે. દરેક બીજા વ્યક્તિ  હાથમાં તમે કોપર બોટલ જરૂર જોઈ હશે. તમારા માટે ભલે તે એક નવો ટ્રેન્ડ હોય પરંતુ તમે તમારા દાદા-દાદીને જરૂર તાંબાના વાસણમાં પાણી પિતા જોયા હશે.

આયુર્વેદનું માનીએ તો સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં પાણી રાખીને પીવાથી શરીરના ત્રણે દોષ- વાત, પિત્ત અને કફને સરખા પ્રમાણમાં રાખવામાં મદદ કરે છે. આ એ જ ત્રણ દોષ છે જેના ગડબડીના લીધે કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે.

આ દિવસોમાં પાણીને સાફ કરવા માટે વધારે પડતા લોકો ઘરમાં ROનો ઉપયોગ કરતા હોય છે. તાંબાના વાસણમાં પાણી રાખવાનું તે પણ એક પ્રકારનું પ્યોરિફિકેશિન એટલે કે શુદ્ધિકરણની એક પ્રક્રિયા છે જેના લીધે પાણીમાં રહેલા બેક્ટેરિયા અને બીજા સૂક્ષ્મ જીવ જે શરીર માટે નુકસાનકારક હોય છે તે મરી જાય છે. તેના સિવાય પણ તાંબાના બીજા ઘણા બધા ફાયદા છે.

1. બેક્ટેરિયાને મારી નાખે છે :  એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી એકદમ શુદ્ધ હોય છે. તે પાણી પીવાથી ડાયરિયા, પીલિયા, ડિસેંન્ટ્રી વગેરે બીમારીઓને વધારવા વાળા બેક્ટેરિયાનો નાશ કરે છે. જોકે તે પાણીને ઓછામાં ઓછું 8 કલાક સુધી તાંબાના વાસણમાં રાખેલું હોવું જોઈએ.

2. પેટથી જોડાયેલા રોગનું નિદાન : પેટની બધી રીતની સમસ્યાઓને દૂર કરવા માટે તાંબામાં રાખેલું પાણી પીવાથી તે ખુબ જ ફાયદાકારક હોય છે. તાંબામાં રાખેલું પાણી પીવાથી ગેસ, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. એમ પણ કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક હોય છે.

3. કિડની-લિવરની સફાઈ કરે છે : તાંબામાં રાખેલું પાણી પીવાથી શરીરની આંતરિક સફાઈ થવાની સાથે લિવર અને કિડનીને પણ સ્વસ્થ્ય રાખે છે. તેમજ શરીરમાં થવા વાળા કોઈ પણ જાતના ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરે છે.

4. સાંધાના દુખાવામાં આરામ આપે છે : એવું કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે જે સાંધાના દુખાવામાં આરામ આપે છે અને આર્થરાઈટ્સ રોગમાં આ વાસણમાં રાખેલું પાણી પીવું તે ખુબ જ ફાયદાકારક છે.

5. રક્ત સબંધિત વિકાર દૂર કરે છે : તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી તે રક્ત શુદ્ધિનું કામ કરે છે તેના લીધે ત્વચા સંબંધિત સમસ્યા પણ સારી થવા લાગે છે, સાથે જ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

6. ખટાશને તાંબામાં રાખવું જોઈએ નહિ : સ્વાસ્થ્ય માટે તાંબામાં રાખેલું પાણી પીવાથી ઘણા બધા ફાયદા હોય છે પરંતુ તેમાં ખટાશ વાળી વસ્તુઓ જેવી કે- દહીં, સિરકા, અથાણું, લીંબુ વગેરેને તાંબાના વાસણમાં રાખવું જોઈએ નહિ. કારણકે તાંબાના વાસણમાં કોપર ધાતુ હોય છે જે ઘણી બધી વસ્તુઓના મળવાથી રિએક્ટ કરે છે, તેના લીધે તમને ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે.

Patel Meet