હેલ્થ

દરરોજ દહીંનું સેવન કરવાથી ઇમ્યુનીટી વધવાની સાથે થાય છે અઢળક ફાયદા

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીયોના ભાણામાં દહીં તો હોય છે. દહીં જમવામાં રાયતા સ્વરૂપે હોય છે અથવા તો ખાંડ નાખીને મીઠા સ્વરૂપે હોય છે. ભારતીય પરંપરા મુજબ થાળીમાં રાયતાની ખાસ જગ્યા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, દહીં ફક્ત સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમને દૂધ પીવાનું પચું પસંદ હોય તો દહીંનું સેવન કરો.

Image source

દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીઠું રાહત આપે છે. એક વાટકી દહી ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના મિનરલ્સ મળે છે. બપોરના ભોજનમાં દહીં ખાવાનો નિયમ સ્વસ્થ રહેવાની સરળ ઉપાય છે.

Image source

આવો જાણીએ દહીંના શું ફાયદા થાય છે.

બીપીને નિયંત્રણમાં લે છે.
દહીં જો ઓછા ફેટ વાળા દૂધ માંથી બનાવવામાં આવ્યું હોય તો બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. જેમાં કોલેસ્ટ્રોલથી લડનારા તત્વ પોટેશિયમ અને મેગ્નેશિયમહોય છે, જે લોહીને સાફ કરે છે. આ સાથે જ દહીંમાં કેલ્શિયમની માત્રાને લઈને મસલ્સ ફિટ રાખવામાં મદદ કરે છે.

Image source

ઇમ્યુનીટી સિસ્ટમ
દહીં ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બરાબર રહે છે. ઘણા બધા સંશોધનમાં સામે આવ્યું છે કે. દહીંમાં હાજ઼ર રહેલા બેકટેરિયા બીમારીથી લડવા માટે મદદ કરે છે. પેઠી જોડાયેલી બીમારી માટેદહીં કોઈ ઔષધીથી કમ નથી.

Image source

પાચન ક્રિયાને સુધારે છે.
દરરોજ દહીંન સેવન કરવાથી શરીરમાં પ્રોબાયોટીકની માત્રા વધે છે. જે આંતરડાને સુરક્ષા અપાઈ છે. કરવાથી ગરમીમાં કારણે થતી બીમારી જેવી કે, ઝાડા આ પેટદર્દથી રાહત થાય છે. જો દહીં નિયમથી ખાવામાં આવે તો વજન પણ કંટ્રોલ થાય છે.

મોઢાના છાલાને દૂર કરે
જો તમારા મોઢામાં વારંવાર છાલાની પરેશાનીનો સામનો કરો છો તો દહીં તમારી સમસ્યાને ખતમ કરી શકે છે. દહીંમાં મધ ઉમેરવાને મોઢાના છાલા પર લગાવો. ભોજનની સાથે લેવાથી ઘણો ફાયદો થાય છે.

Image source

દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ કારણે દહીંનું સેવન કરવાથી હાડકા અને સાંધામાં રાહત થાય છે.
ગરમીમાં ત્વચા પર સનબર્ન થયા બાદ દહીંથી માલિશ કરવાથી સનબર્ન અને ટૈનમાં ફાયદો થાય છે.
ત્વચાના ડાઘ-ધબ્બા હોય તો દૂર કરવા માટે દહીંનો પ્રયોગ કરવો જોઈએ. જૈતૂનનું તેલ અને લીંબુના રસ સાથે દહીંને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.