હેલ્થ

ગુણોની ખાણ છે લીલા ધાણા, વજન વધવાની સમસ્યાથી મળશે છુટકારો

લીલા ધાણા મોટાભાગે દરેક ઘરમાં ખાવામાં આવે છે. શાકમાં સ્વાદ વધારવા માટે અને ઘણીવાર તો ચટણી બનાવીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ધાણા જમવાનો તો સ્વાદ વધારે જ છે સાથે સાથે સ્વાસ્થ્યને લઈને પણ તેના ઘણા જ ફાયદાઓ છે. શરીરમાંથી તે ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે.

Image Source

ધાણામાં રહેલા વિટામિન એ અને સી, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મગેન્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન એ અને સી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ લીલા ધાણાના ફાયદાઓ વિશે.

Image Source

1. પાચનશક્તિ વધારે છે:
લીલા ધાણા પાચનશક્તિને દુરુસ્ત રાખે છે. તે પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. ધાણાના તાજા પાનને છાસમાં નાખીને પીવાથી અપચો, ખાટ્ટા ઓડકાર, મરડો અને આંતરડાની તકલીફમાં રાહત મળે છે. તેના સેવનથી ગેસની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

Image Source

3. ઝાડાની સમસ્યામાં આપે છે રાહત:
ઠંડીના સમયમાં ખાવાની માત્રા વધારે હોવાના કારણે ઝાડા થવાની સમસ્યા રહેતી હોય છે. એવામાં ધાણાની ચટણી અને સલાડ પેટને રાહત આપે છે.

Image Source

4. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ:
ધાણા વિટામિન સી અને એનો મુખ્ય સ્ત્રોત છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી શરદી-ખાંસીથી પણ છુટકારો મળે છે.

Image Source

5. સંધિવા માટે ફાયદાકારક:
ધાણાની અંદર વિટામિન સીની અધિકમાત્રા હોવાના કારણે સંધિવા એટલે કે ગઠિયાના રોગીઓને લાભ મળે છે. જે લોકોને સંધિવાની તકલીફ છે તે લોકોએ ધાણાનો પાવડર વાપરવો જોઈએ.

Image Source

6. કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝમાં ફાયદાકારક:
ધાણાની અંદર રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરીને તેને કંટ્રોલમાં રાખે છે. એક શોધ અનુસાર જો કોઈને હાઈકોલેસ્ટ્રોલની ફરિયાદ હોય તો તેને ધાણાના બીજ પાણીમાં ઉકાળીને તે પાણી પીવું જોઈએ. ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ તે ઘણા જ ફાયદાકારક હોય છે. તે લોહીમાં ઇન્સ્યુલિનની માત્રા નિયમિત કરે છે.

Image Source

7. વજન ઓછું કરવામાં રામબાણ:
જો વજનમાં વધારો થઇ રહ્યો હોય તો ધાણાના બીજનો ઉપયોગ કરો. ત્રણ મોટી ચમચી ધાણાના બીજને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધાથી ઓછું થઇ જાય ત્યારે તેને ગાળી લેવું. આ પાણીને દિવસમાં બે વાર પીવું. થોડા જ દિવસમાં તમારા વજનમાં ફર્ક નજર આવવા લાગશે.