હેલ્થ

પગથિયાં ચઢવાથી કેવા થાય છે લાભ? એકવાર વાંચીને તમે પણ હવે લિફ્ટનો ઉપયોગ છોડી દેશો, અત્યારે જ વાંચો

આજે સુવિધાનો યુગ બની ગયો છે જેના કારણે મોટાભાગના લોકોને સગવળ ભરેલું જીવન જીવવા માટે જોઈએ છે. ઘરેથી 1 કિલોમીટરના અંતરે જવા માટે હવે આપણે પ્રાઇવેટ વાહન કે રીક્ષા અને ટેક્ષીનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ચાલવાના કંટાળાની સાથે સાથે સમયનો પણ બચાવ થાય તેવું ઈચ્છે છે. ઓફિસ કે કોઈ મોલ અથવા બહુમાળી ઇમારતમાં પણ આપણે લિફ્ટની સુવિધાને પ્રાધાન્ય આપીએ છીએ. જો આપણું ઘર પણ બીજા માળે કે પહેલા મળે હોય તો પણ આપણે નીચે ઉપર જવા-આવવા માટે લિફ્ટનો જ ઉપયોગ કરીએ છીએ.

Image Source

આ બધી જ સગવળોના કારણે માણસ બીમારીઓથી ઘેરાતો જાય છે અને મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાના રોદણાં રડતા હોય છે. આજની લાઈફ સ્ટાઇલ પણ એવી થઇ ગઈ છે કે આપણને સુવિધા સાથે જ જીવવાની આદત પડી ગઈ છે, જયારે લિફ્ટ અને વાહન વ્યવહાર ઓછો હતો ત્યારે લોકો શરીર તંદુરસ્ત રહેતા હતા, લાંબુ અને સ્વસ્થ જીવતા હતા, પરંતુ આજે સુવિધાઓ આવવાના કારણે શરીર તંદુરસ્ત રહેવાની વાત તો દૂર રહી પરંતુ ઘણી એવી બીમારીઓના શિકાર પણ બની જઈએ છીએ કે જે સીધી જ આપણા આયુષ્ય ઉપર અસર કરવા લાગે છે.

Image Source

આજે અમે તમને પગથિયાં ચઢવાના ફાયદાઓ વિશે જણાવવાના છીએ, તમારા ઘર કે ઓફિસમાં તમે નિયમિત જો થોડો સમય ફાળવીને પગથિયાં ચઢશો તો તમે ઘણી જ બીમારીઓથી બચી શકો છો, ચાલો જાણીએ ફાયદાઓ:

Image Source
  1. વજન થઇ જશે ઓછું:
    ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન હોય છે ત્યારે પગથિયાં ચઢવા તેમના માટે શ્રેષ્ઠ કસરત છે કારણ કે પગથિયાં ચઢવા માટે તાકાતની જરૂર હોય છે, શરીરની અંદર પગથિયાં ચઢવા માટે એનર્જીની પણ જરૂર પડે છે. પગથિયાં ચઢવાથી તમને પરસેવો થાય છે જેના કારણે શરીરની વધારાની કૈલરી બળી જાય છે અને તમારું વજન પણ ઝડપથી ઘટે છે.

    Image Source
  2. હૃદય માટે છે ફાયદાકારક:
    પગથિયાં ચડવાના કારણે શરીરની અંદર રક્તપ્રવાહનો સંચાર સારી રીતે થાય છે જેનાથી તમારા હાર્ટ પમ્પીંગમાં થવા વાળી અનિયમિત વૃદ્ધિને નિયંત્રણમાં કરી શકાય છે. હૃદય માટે પગથિયાં ચઢવાએ દવાની જેમ જ કામ કરે છે.

    Image Source
  3. માંસપીસીઓ માટે શ્રેષ્ઠ કસરત:
    પગથિયાં ચઢવાથી, સીધી જગ્યા ઉપર ચાલવાથી, જોગિંગ કે દોડવાના કારણે આપણી માંશપેશીઓ મજબૂત બને છે. પગથિયાં ચઢવાના કારણે પગની માંસપેશીયો ઉપરાંત કાર્ડિસેપ્સ, ગ્લૂટ્સ અને હૈમસ્ટ્રીંગને પણ મજબૂત બનાવવામાં મદદ મળે છે.

    Image Source
  4. માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:
    પગથિયાં ચઢવાના કારણે તમારા મૂડ-બુસ્ટીંગને પણ એનર્જી મળે છે, તેનાથી ના ફક્ત કૈલોરી બાળવામાં મદદ મળી શકે છે પરંતુ તે શરીરને વધારે બ્લડપંપ પણ કરે છે સાથે જ તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે.

    Image Source
  5. બેલેન્સ અને સ્ટેમિના વધે છે:
    પગથિયાં ચઢવાના કારણે પગ અને સાંધાની માંશપેશીઓને મજબૂત કરી શકાય છે. કસરત હંમેશા શરીરને સંતુલિત અને શહનશીલ બનાવવામાં પ્રભાવી રહે છે ત્યારે પગથિયાં ચઢવા પણ એક કસરત સમાન જ છે તેનાથી તમે તમારા બેલેન્સ અને સ્ટૅમિનાને વધારી શકો છો. શરૂઆતમાં તમને થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ જયારે તમે ટેવાઈ જશો ત્યારે આ કસરત તમને એકદમ સરળ લાગશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.