જાણવા જેવું ધાર્મિક-દુનિયા હેલ્થ

ૐ નો જાપ કરવાથી થાય છે સ્વાસ્થ્યને લાગતા ફાયદાઓ, જાણી લેશો તો તમે પણ કરવા લાગશો ૐના જાપ

એવું કહેવાય છે કે ભારતની સનાતન સંસ્કૃતિનો મૂળ આધાર છે ૐ. પ્રાચીન ભારતથી અત્યાર સુધી ૐનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ફક્ત એક શબ્દ જ નથી, પણ આમાં સૃષ્ટિના રચયીતાનો સમાવેશ થાય છે. ૐ ત્રણ અક્ષરથી મળીને બને છે. અ ઉ મ્, ‘અ’ નો અર્થ ઉત્પન્ન થવું, ‘ઉ’નો અર્થ છે ઉઠાવું, ઉડવું અથવા વિકાસ, અને ‘મ્’નો અર્થ છે મૌન થઇ જવું એટલે કે ‘બ્રહ્મલીન’ થઇ જવું.

અઢી અક્ષરના આ શબ્દમાં આખા બ્રહ્માંડનો સાર છે. કહેવાય છે કે સંસારના અસ્તિત્વમાં આવતા પહેલા જે પ્રાકૃતિક ધ્વનિની ગુંજ હતી એ ૐ છે. પ્રાચીન યોગીઓ અનુસાર, બ્રહ્માંડમાં કશું પણ હંમેશા માટે સ્થાયી કે સ્થિર નથી. જયારે સંસારનું અસ્તિત્વ પણ નહીં હોય ત્યારે પણ આ ધ્વનિની ગુંજ બ્રહ્માંડમાં હાજર રહેશે. આ મંત્રનો પ્રારંભ તો છે પણ અંત નથી, એટલે જ ૐને બ્રહ્માંડનો અવાજ કહેવામાં આવે છે.

Image Source

ૐનો જાપ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક શાંતિ પ્રદાન કરે છે. એના સતત જાપ કરવાથી આપણી આત્મા સક્રિય થઇ જાય છે. શરીરમાં નવી ચેતના અને ઉર્જાનો સમાવેશ થાય છે. શરીરમાં હાજર મૃત કોષિકાઓ પણ પુનર્જીવિત થઇ જાય છે.

ૐના જાપથી શરીર અને મન પર સકારાત્મક અસર પડે છે. આ મંત્રનો શરીર પર એવો પ્રભાવ પડે છે કે ૐને બધા જ મંત્રોનો બીજ મંત્ર, ધાવણીઓ અને શબ્દોની જનની કહેવામાં આવે છે. ૐ એક પવિત્ર ધવાની જ નહિ પણ અનંત શક્તિનું પ્રતીક પણ છે. કહેવાય છે કે મનો જાપ કરવાથી સાધકોને પોતાનો ઉદ્દેશ પ્રાપ્ત થાય છે.

Image Source

ૐના જાપથી શરીરને ઘણા લાભ થાય છે –

 • ૐના જાપથી ગળામાં કંપન અને તરંગો ઉત્પન્ન થાય છે, જેની શરીરના આંતરિક અંગો અને થાયરોઇડ પર સકારાત્મક અસર થાય છે. અને શરીરને અંદરથી મજબૂત થવા લાગે છે. ૐના ઉચ્ચારણથી લોહીનો પ્રવાહ શરીરના દરેક ભાગોમાં સંતુલિત રીતે થાય છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે.
 • ૐના ઉચ્ચારણથી પાચનતંત્રમાં જે તરંગો પહોંચે છે, એ પાચનતંત્રને ક્રિયાશીલ અને સ્વસ્થ બનાવે છે. ઘણીવાર ૐના ઉચ્ચારણથી જ શરીરમાંથી તણાવ દૂર થઇ જાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. ૐના જાપથી કરોડરજ્જુ પ્રભાવિત થાય છે અને મજબૂત બને છે.
 • ૐ શરીરમાંથી થાકને દૂર કરીને સ્ફૂર્તિથી ભરે છે, જેનાથી શરીર, મન અને હૃદયને અંદરથી શક્તિ મળે છે. માનસિક તણાવ અને ખરાબ વિચારો દૂર થાય છે અને મન મજબૂત થાય છે. સાથે જ આકની યાદ શક્તિ પણ વધારે છે.
 • ૐની ધ્વનિ પેટ, છાતી અને નાસિકામાં કંપન ઉત્પન્ન કરે છે જેનાથી એકાગ્રતામાં સુધારો થાય છે અને આ કંપનથી પેટ, છાતી અને નાકની સમસ્યાઓ પણ દૂર થાય છે. સાથે જ ફેફસાનું સ્વાસ્થ્ય મજબૂત બને છે અને રોગ મુક્ત રાખે છે.
Image Source
 • આસન અવસ્થામાં ૐના જાપ કરવાથી આપણા શરીરના બધા જ હાડકાઓ એક વિશેષ અવસ્થામાં સ્થિર થઇ જાય છે અને હાડકાઓ મજબૂત થાય છે.
 • ૐ શરીરને આંતરીક રૂપથી એટલું મજબૂત બનાવે છે કે આપણને દરેક ડરથી મુક્તિ મળી જાય છે. ૐના ઉચ્ચારણથી મગજને શાંતિ મળે છે અને મગજ સંબંધિત બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.
 • થાક, ગભરાટ કે અધીરતાની સ્થિતિમાં પણ ૐના જાપ કરવાથી ફાયદો થાય છે. જો રોજ નિયમિત રીતે એક નિશ્ચિત સમયે આનો જાપ કરવામાં આવે તો રોજની સમસ્યાઓથી છુટકારો મળી જાય છે અને ડિપ્રેશનથી બચી શકાય છે.
 • રાતે ઊંઘતા પહેલા ૐના જાપ કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થઇ જાય છે. સાથે જ હૃદયના ધબકારા વ્યવસ્થિત થાય છે અને શરીરના કામ કરવાની ક્ષમતા વધી જાય છે.
Image Source

એટલે કે ટૂંક્માં કહીએ તો ૐના જાપ કરવાથી શરીર મજબૂત, હલકું, ઉર્જાવાન, સ્વસ્થ, રોગમુક્ત બને છે, સાથે જ મગજ વિકસિત જ્ઞાનવાન, તણાવમુક્ત, સ્થિર, એકાગ્ર બને છે. હૃદયને ઉત્સાહિત બનાવે છે અને સ્વસ્થ બનાવે છે. સાથે જ નકારાત્મક વિચારો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, વગેરેનો નાશ થાય છે, એના કારણે શરીર વિવિધ બીમારીઓથી બચે છે. જેમ કે હાયપર ટેંશન, થાયરોઇડ, હાઈ બીપી, મેદસ્વીતા, હૃદયરોગ, ડિપ્રેશન, શારીરિક દુખાવો, આળસ, અનિંદ્રા વગેરે દૂર રહે છે.

Image Source

ૐનો જાપ કરવાની સાચી વિધિ –

જાણકારોના કહેવા અનુસાર, ૐનો જાપ કરતા પહેલા તેનો અર્થ સમજી લેવો અને ભગવાનનું ધ્યાન કરવું.

 • પહેલા આસન પર બેસો, અને કરોડરજ્જુ, ગરદન અને નાથુ બધું જ સીધું રાખો.
 • પછી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લઈને શ્વાસ છોડતા ૐ બોલવાનું શરુ કરો.
 • તમે ૐનો જાપ તમારા સમય અનુસાર, 5, 7, 10, 21 વાર કરી શકો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks