Diwali Festival & Celebration ધાર્મિક-દુનિયા હેલ્થ

જો કપૂરને આ રીતે વાપરશો તો ઘણી બધી તકલીફ થઇ જશે દૂર, માત્ર પૂજા કે હવનમાં જ નહિ પણ કપૂરના છે બીજા ઘણા ઉપયોગો, જાણો એક ક્લિક કરીને

સામાન્ય રીતે આપણે કપૂરનો ઉપયોગ પૂજા, હવન જેવા કાર્યોમાં કરીએ છીએ, એના સિવાય કેટલાક સૌંદર્ય ઉત્પાદોમાં પણ સુગંધ અને ઠંડક માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ કપૂર શું છે અને ક્યાંથી બને છે? કપૂરના ઝાડની છાલ પરથી મેળવવામાં આવતું કપૂર કુદરતી રીતે મળી આવતું એક રાસાયણિક સંયોજન છે. સુગંધ માટે પ્રસિદ્ધ ટર્પિન (છોડમાં મોટી માત્રમાં મળી આવતું તત્વ) માંથી કપૂરની ગોળીઓ તૈયાર કરવામાં આવે છે.

કપૂર અને તેના તેલના કેટલાક ચમત્કારિક લાભ પણ છે, તેને ખાઈ નથી શકાતું પણ તેના ઘણા ફાયદાઓ છે. ઔષધિ પ્રણાલીઓમાં કપૂરને તેના ઔષધીય અને સ્વાસ્થ્યપ્રદ ગુણો માટે ઓળખવામાં આવે છે. કફ, દુખાવો, સોજા આવા જેવી ઘણી બધી સમસ્યાઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય કેટલાક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્વચા દાઝવાના અને ફંગલ ઇન્ફેક્શન ઠીક કરવા માટે પણ કપૂરનો ઉપયોગ અસરકારક છે.

તો ચાલો આજે જાણીએ કપૂરના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ –

Image Source

ત્વચા સંબંધિત સમસ્યાઓમાં –

ત્વચા સંબંધિત સમસ્યાઓમાં કપૂરનો ઉપયોગ અસરકારક હોય છે. ચહેરા પર થવાવાળા પિમ્પલ્સ કે પછી ત્વચા સંબંધિત કોઈ બીજી સમસ્યા થવા પર થોડું કપૂર નારિયેળ તેલમાં મિક્સ કરીને ચહેરા પર મસાજ કરવાથી ફાયદો થાય છે. ખંજવાળ કે બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ કપૂરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂરનું તેલ રોમછિદ્રો દ્વારા ત્વચામાં અવશોષિત થાય છે અને ત્વચાને ઠંડક પહોંચાડે છે.

આ સિવાય કપૂર આપણી ત્વચાને ટાઈટ કરવા માટે અદભૂત કામ કરે છે. કપૂર ખીલથી મુક્તિ મેળવવામાં પણ મદદ કરે છે અને એક એન્ટી ઇન્ફેક્ટિવ એજન્ટ તરીકે કામ કરે છે. એક અભ્યાસ મુજબ કપૂર તૈલીય ત્વચાવાળા લોકો માટે વિશેષરૂપથી ફાયદેમંદ છે, જેનાથી આ ખીલના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી છે.

જો તમારી ત્વચા કશેથી હલકી દાઝી જાય તો પણ કપૂરનો ઉપયોગ આ દાઝેલી ત્વચાને ઠીક કરવામાં મદદ કરે છે. તેનાથી ઘામાં રાહત પણ મળે છે અને તેનો નિયમિત ઉપયોગ ત્વચાના ઘણા નિશાનને આછો પણ કરે છે. પણ ઘા પર કપૂરને પાણીમાં મિક્સ કરીને લગાવવું.

Image Source

માથાના દુઃખાવામાં અને વાળને લગતી સમસ્યાઓમાં – 

દરેક ઉંમરના લોકોમાં માથાનો દુખાવો એક સામાન્ય વાત બની ગઈ છે, ત્યારે કપૂરનો ઉપયોગ આ દુખાવામાં રાહત અપાવે છે. માથાના દુખાવામાં કે તણાવ થવા પર માથામાં કપૂરના તેલથી માલિશ કરવાથી લાભ થાય છે. એનાથી માઈક તણાવ દૂર થાય છે અને માથાનો દુખાવો પણ ઓછો થાય છે.

આ સિવાય વાળ કરતા હોય કે માથામાં ખોલો વધારે હોય તો પણ કપૂરના તેલને નારિયેળ તેલમાં મિક્સ કરીને માથામાં લગાવવાથી ફાયદો થાય છે. તેનાથી વાળ પણ મજબૂત થાય છે અને ખરતા વાળ પણ અટકે છે.

સાંધાના દુઃખાવામાં –

જો તમે સાંધાના અને સ્નાયુઓના દુઃખાવાથી પીડિત હોવ તો પણ કપૂર તમને રાહત અપાવી શકે છે. એક અભ્યાસ મુજબ, કપૂરનું તેલ એક વોર્મિંગ સેન્સેશન પેદા કરે છે, જેના પરિણામ સ્વરૂપે નસો સંવેદનહીન થઇ જાય છે, જેનથી તમને દુઃખાવાથી રાહત મળે છે. એ માટે તેલના ગરમ તેલમાં કપૂરને મિક્સ કરીને જ્યા દુઃખતું હોય એ ભાગ પર માલિશ કરવી.

Image Source

ફાટેલી એડીઓના ઉપચારમાં –

ફાટેલી એડીઓના ઉપચારમાં કપૂર શ્રેષ્ઠ દવા છે. ગરમ પાણીમાં કપૂર મિક્સ કરીને આ પાણીમાં પગ મૂકીને બેસવાથી ફાટેલી એડીઓમાં આરામ મળે છે. થોડા જ દિવસોમાં એડીઓનું ફાટવું ઓછું થઇ જાય છે.

શરદી-ખાંસી જેવા રોગોના ઉપચારમાં –

શરદી, ખાંસી અને ફેફસા સંબંધિત રોગોમાં કપૂર સૂંઘવાથી ફાયદો થાય છે. ભરેલું નાક અને જિદ્દી ખાંસી માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. કપૂર ભરેલા અને બંધ નાકને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. કપૂરના તેલમાં એક મજબૂત ગંધ હોય છે જે ભીડભાડવાળા શ્વસન પથને ખોલે છે. કપૂરના તેલથી છાતી પર માલિશ કરવાથી આવી સમસ્યાઓથી છુટકારો મળે છે.

સારી ઊંઘ માટે –

આજકાલની જીવનશૈલીમાં લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાઓ સામાન્ય થઇ ગઈ છે ત્યારે કપૂર સારી ઊંઘ માટે કારગત સાબિત થઇ શકે છે. એરોમાથેરાપીમાં પણ કપૂરનો પ્રયોગ કરવામાં આવે છે. કપોરની સુગંધથી મગજ શાંત થાય છે જેથી સારી ઊંઘ આવી જાય છે. ઊંઘતા પહેલા ઓશિકા નીચે કપૂરની કેટલીક ગોળીઓ મૂકી શકાય, જેથી સતત તેની સુગંધ આવ્યા કરે અથવા કપૂરના તેલને ઓશિકા પર ઘસી શકાય.

Image Source

કબાટમાં કપડાંને ફ્રેશ રાખવા –

કબાટમાં રાખી મુકેલા કપડાને ફ્રેશ રાખવા માટે અને જીવાતથી દૂર રાખવા માટે આપણે સામાન્ય રીતે નેપથેલીનની ગોળીઓ વાપરતા હોઈએ છીએ પણ તેનાથી કપડામાંથી તેની વાસ આવવા લાગે છે. તો જો કપૂરની ગોળીઓ મુકવામાં આવે તો જીવડાઓ પણ નથી આવતા અને કપડામાંથી ગંદી વાસ પણ નથી આવતી. કપૂરની ગોળીઓ જંતુનાશક જેટલી જ અસરકારક હોય છે. અને તે કપડાને સુગંધથી ભરી દે છે.

મચ્છરોને દૂર રાખે –

કપૂરને સળગાવવાથી તેમાંથી એક ગંધ નીકળે છે, જે મચ્છરોને દૂર રાખે છે. એટલે જો તમારા ઘરે ઘણા મચ્છરો થઇ ગયા હોય તો કપૂરને ઘરમાં સળગાવી દેવું જોઈએ. એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે કપૂર એક કુદરતી મચ્છર અવરોધક છે. આ કુદરતી રીતે જ ઉધઈને દૂર રાખે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.