હેલ્થ

ભોજન સાથે છાશ પીવો છો ? રાખજો ખાસ ધ્યાન… દરેક વ્યક્તિ જાણી લે

ઉનાળામાં ઘરે-ઘરે પીવાતી છાશ એટલા ગુણોથી ભરપૂર હોય છે જે તેને અમૃત તુલ્ય કહેવાઈ છે. દેવો માટે પણ છાશ દુર્લભ માનવામાં આવી છે. છાશ પાચન મજબૂત કરવાની સાથે સાથે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ પીવી જોઈએ. છાશ ઉનાળામાં ગરમીથી રાહત આપવા સિવાય ઔષધ રૂપે પણ કામ કરે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, છાશ એક કુદરતી પીણું છે, જેના ફાયદા ઘણા છે પણ તેનાથી નુકશાન નથી થતું.

Image Source

આપણે ત્યાં ભોજન સાથે ઘણીજાતના પીણા લેવાની પ્રથા છે, પરંતુ દરેક ઘરોમાં જ પીવાય છે. આયુર્વેદમાં પણ છાશને પેટના બધા જ રોગો માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે. કારણ કે છાશ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી લે છે અને શરીરને શક્તિ આપે છે. છાશ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ત્યારે જાણીએ કે છાશ કેટલી ગુણકારી છે અને તેના ફાયદાઓ શું છે –

ખાસ કરીને ગરમીના દિવસોમાં છાશનું શેકેલું જીરું નાખીને સેવન કરવાથી પેણ સારી રીતે થાય છે. અને પેટની ગરમી અને અન્ય સમસ્યાથી બચી શકાય છે. આ શરીરને હાઈડ્રેટેડ રાખવામાં પણ મદદ કર છે.

Image Source

જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હોવ તો છાશમાં વઘાર કરીને સિંધવ મીઠું નાખીને પીવાથી ફાયદો થાય છે. વારંવાર હિચકી આવવાની સમસ્યા હોય તો છાશમાં એક ચમચી સૂંઠ પીવાથી લાભ થાય છે, ઉપરાંત ઉલ્ટી આવવાની પરિસ્થિતિમાં પણ છાશમાં જાયફળ ઘસીને પીવાથી લાભ થાય છે.

ઉપરાંત વધુ તણાવમાંથી પસાર થઇ રહયા હોવ તો પણ છાશનું સેવન તમારા માટે લાભદાયક સાબિત થાય છે. શરીરની સાથે મગજની ગરમી પણ ઓછી કરે છે.

જમતી વખતે ખોરાક સાથે તાજી છાશ પીવામા આવે તો ભોજન સરળતાથી પચી જાય છે અને તમારા શરીરને વધુ પોષણ મળે છે. એટલે તાજી છાશને નાસ્તામાં કે બપોરના ભોજનમાં લેવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા બની રહે છે. છાશ એક પ્રોબાયોટિક આહાર કે, જેથી આંતરડાને લગતી સમસ્યા દૂર થાય છે. જેનાથી પાચન શક્તિ પણ વધે છે.

Image Source

નિયમિત રૂપથી છાશ પીવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. છાશમાં સિંધવ મીઠું, જીરું, મરી પાવડર અને ફુદીનો મેળવીને પીવાથી આંતરડાનો સોજો પણ ઠીક થઇ જાય છે.

જેમનું પાચનતંત્ર નબળું હોય તેમના માટે છાશ એક ઘરેલુ ઉપાય છે, ભોજનને સરળતાથી પચાવવા માટે છાશનું સેવન કરવું હિતાવહ છે. છાશ પેટ સંબંધિત રોગોમાં પણ ઉપચાર તરીકે સાબિત થાય છે, જેમ કે પેટમાં ચૂંક આવવી, અજીર્ણ, જ્વર, પેટમાં દુખવું જેવી સમસ્યા હોય તો છાશ પીવી જોઈએ.

છાશ પીવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે અને છાશમાં મધ નાખીને પીવાથી કમળામાં આરામ મળે છે. વજન ઘટાડવા માટે પણ છાશ ઉપયોગી છે. છાશ પીવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે.

Image Source

છાશને રોજ સવારે કે બપોરે નાસ્તા કે ભોજન સાથે લેવાથી વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થાવી સમસ્યા પણ દૂર થાય છે.

જો છાશ ગાયના દૂધની હોય તો અમૃત સમાન ગણાય છે. કારણ કે આ છાશ પીવાથી અમુક રોગોથી આપણે બચી શકીએ છીએ.

છાસની તાસીર ઠંડી હોય છે જેથી છાશ પીવાથી એસીડીટી પણ નથી થતી પરંતુ આ છાશ ખાટી ન હોવી જોઈએ. અને 2-3 દિવસની વાસી છાશ પણ ન પીવી જોઈએ. છાસની ઠંડી તાસીરને કારણે તે શરીરને ઠંડક આપે છે અને વાળ અને આંખ માટે પણ લાભદાયી સાબિત થાય છે.

છાશમાં રહેલા બેક્ટેરિયા શરીર માટે અત્યંત લાભદાયક હોય છે, પરંતુ બહારની લસ્સી કે છાશ ન પીવી. આ સિવાય એવું માનવામાં આવે છે કે છાશનું નિયમિત સેવન કરનારને વૃદ્ધાવસ્થા પણ મોડી આવે છે. ચહેરાની ત્વચા પર કરચલી પણ નથી પડતી અને સુંદરતા યથાવત રાખે છે.

Image Source

છાશના નિયમિત સેવનથી જઠર તથા આંતરડાના રોગો નથી થતા અને જો થયા હોય તો જલ્દી જ દૂર થાય જાય છે.