હેલ્થ

ડ્રાય અને ઓઈલી સ્કિન માટે ટ્રાય કરો ‘ચણાના લોટનું ફેસ પેક’, અનિચ્છિત વાળ અને ખીલથી પણ મળશે છુટકારો

ડ્રાય અને ઓઈલી સ્કિન માટે ટ્રાય કરો ‘ચણાના લોટનું ફેસ પેક’ જાણો બેસ્ટ ટિપ્સ

આપણા બધાના રસોડામાં ચણાનો લોટ એટલે કે બેસન હોય છે. આપણે ચણાના લોટનો ઉપયોગ ફક્તને ફક્ત ખાવા માટે જ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, ચણાના લોટનો ઉપયોગ સૌંદર્ય નિખારવામાં પણ થઇ જાય છે. પહેલાના જમાનામાં મહિલાઓ ચણાના લોટનો ઉપયોગ ખાવાની સાથે-સાથે મોઢા પર અને વાળ માટે કરતી હતી.

Image Source

આપણે ઘણીવાર જોતા હોય છે કે, અમુક વસ્તુ હોય તે અમુક ત્વચા માટે જ ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ ચણાના લોટની ખાસ વાત એ છે કે, તે દરેક પ્રકારની ત્વચા માટે ઉપયોગમાં લઇ શકાય છે. ચણાના લોટનો ફેસપેક બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ ફેસ પેક બધા જ પ્રકરની ત્વચા અને ત્વચા સંબંધી કમાલ દેખાડે છે.

Image Source

આવો જાણીએ ચણાના લોટના 7 ફેસ પેક વિષે.

ટૈનિંગ દૂર કરવા માટે
ચણાનો લોટ ટૈનિંગ દૂર કરવા માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. ટૈનિંગ દૂર કરવા માટે પેક બનાવવા માટે 4 બદામનો પાવડર, લીંબુ રસ, 1 ચમચી દૂધ અને ચણાનો લોટ મિક્સ કરો. આ ફેસપેકને ચહેરા લગાડી 30 મિનિટ સુધી રાખો. આ બાદમાં ચહેરો ધોઈ લો. થોડા દિવસ દરરોજ આ પ્રયોગ કરવાથી ટૈનિંગ દૂર થઇ જશે.
તૈલીય ત્વચા માટે
જો તમારી ત્વચા તૈલીય એટલે લે, ઓઈલી હોય તો આ ફેસ પેક અપનાવો. ફેસપેક બનાવવા માટે દહીં, ગુલાબ જળ અને ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેક લગાવવાથી ત્વચાની ગંદકી સાફ થઇ જશે અને ત્વચા કોમલ થઇ જશે.

ડ્રાય ત્વચા માટે
શિયાળામાં ત્વચા ડ્રાય થવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. આ સમસ્યાથી બચવા માટે ચણાનો લોટ અકસીર ઈલાજ છે. આ ફેસ પેક બનાવવા માટે ચણાના લોટમાં મલાઈ અથવા દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરો. આ બાદ આ ફેસ પેકને 15થી 20 મિનિટ સુધી ફેસ પર લગાવીને રાખી દો. આ બાદ હૂંફાળા પાણીથી ધોઈ લો. ચણાનો લોટ લગાડવાથી ત્વચાને કુદરતી પોષણ મળે છે આ સાથે જ ત્વચાનો નિખાર પણ આવે છે.

ખીલ દૂર કરવા માટે 
જે લોકોને ખીલની તકલીફ રહેતી હોય તેને આ ફેસપેક લગાવો. આ ફેસપેક બનાવા માટે ચંદન પાવડર, હળદર અને દૂધને મિક્સ કરી ફેસપેક તૈયાર કરો. આ ફેસપેકને લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. બાદમાં પાણીથી ફેસને ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 3 વાર કરો. આ સિવાય ચણાના લોટમાં મધ ઉમેરીને પણ લગાવવાથી સમસ્યા દૂર થઇ જાય છે.

Image Source

ખુલ્લા છિદ્રો માટે
ખુલ્લા છિદ્રો અને ત્વચાને સાફ રાખવા માટે ચણાનો લોટ ફાયદેમંદ છે. જે લોકોએ ખુલ્લા છિદ્રો હોય તેને આ ફેસપેક જરૂર અજમાવો જોઈએ. આ ફેસપેક માટે ચણાના લોટમાં કાકડીનો રસ મેળવો. આ બાદ આ ફેસપેક્નેફેસ પર લગાવી દો. આ બાદ થોડીવાર સુખાય બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય દરરોજ કરવાથી ખુલ્લા રોમ છિદ્રોની સમસ્યા દૂર થઇ જશે.

ગળા અને બગલની કાળાશ દૂર કરવા માટે
આજે આપણે ઘણી વાર મહિલાઓના મોઢા પરથી બગલ અને ગળાના કાળાશની વાતો સાંભળી છે. ઘણી મહિલાઓ આ માટે ઘણા ઉપાય કરતી હોય છે. તો મહિલાઓ બગલ અને ગળાની સફાઈ પર ધ્યાન ના આપવાને કારણે ત્યાં ત્વચાનો રંગ ડાર્ક થઇ જાય છે. બગલ અને ગળાની કાળાશને દૂર કરવા માટે અપનાવો આ ઉપાય. ચણાના લોટમાં દહીં અને હળદર નાખીને પેક તૈયાર કરો. આ પેકને જ્યાં કાળાશ હોય તે જગ્યા પર લગાવો. આ બાદ 30 મિનિટ બાદ ધોઈ લો. ધોઈ લીધા બાદ તલના તેલથી મસાજ કરો.

Image Source

ચહેરાના અનિચ્છિય વાળને દૂર કરવા માટે
જો તમારા ચહેરા પર અનિચ્છીય વાળ હોય અને તમે બ્લીચ કરાવવા ના માંગતા હોય તો તેના માટે ચણાનો લોટ અકસીર ઈલાજ છે. ચણાના લોટમાં થોડો લીંબુનો રસ ઉમેરી પાણીના ટીપા નાખીને તેની પેસ્ટ તૈયાર કરો. જે સ્થાન પર અનિચ્છીય વાળ હોય ત્યાં આ પેસ્ટ લગાડો. થોડો સમય રહેવા દીધા બાદ જયારે આ પેસ્ટ સુખાઈ જાય ત્યારે ફેસને પાણીથી ધોઈ લો. તમે આ પેસ્ટમાં મેથીનો પાવડર પણ મેળવી શકો છો.