પૂર્વજોના સમયથી ચાલી આવતી એક પરંપરા પ્રમાણે આપણે આપણા વડીલોના ચરણસ્પર્શ કરીએ છીએ, આપણાથી નાની ઉંમરની વ્યક્તિઓ પણ ઘણીવાર આપણા પણ ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવતા હોય છે. આપણા વડીલો પણ હંમેશા આપણને ચરણસ્પર્શ કરવાની સલાહ આપતા જ હોય છે, ઘણા સાધુ સંતોના પણ આપણે ચરણસ્પર્શ કરીએ છીએ.

આમ તો ચરણસ્પર્શ કરવાના બે ફાયદાઓ વિશે આપણે જાણીએ છીએ, એક તો કે આપણને ચરણસ્પર્શ કરવાથી આશીર્વાદ મળે છે અને બીજું એ કે ચરણસ્પર્શ કરવાના કારણે આપણા સંસ્કાર પણ કેવા હોય છે તેની પણ પ્રતીતિ થતી હોય છે. પરંતુ ચરણસ્પર્શ કરવાના બીજા પણ કેટલાક ફાયદાઓ છે જે તમને આજે પણ ખબર નહિ હોય, આજે અમે તમને એવા જ કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.

વૈજ્ઞાનિક અભિગમ:
ચરણસ્પર્શ કરવા પાછળનો વજ્ઞાનિક અભિગમ જોઈએ તો મનુષ્ય શરીરની ચારેય તરફ એક આભા મંડળ હોય છે, આપણા વિચારો અને વ્યવહારના બદલાવવા ઉપર આ આભામંડળ પણ બદલાય છે. જયારે આપણે કોઈના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે સામેની વ્યક્તિના મનમાં સમર્પણ અને પ્રેમ ભાવ આવે છે, આપણી અંદર પણ વિનમ્રતા આવતી હોય છે જેની સીધી જ અસર મન ઉપર થતી જોવા મળે છે.

મનોવૈજ્ઞાનિક અભિગમ:
કોઈપણ વ્યક્તિ જયારે આપણા ચરણસ્પર્શ કરે ત્યારે સીઘી જ મનોવજ્ઞાનિક અસર પડવા લાગે છે. કોઈના ચરણસ્પર્શ કરવાથી મનની અંદર પ્રેમ, કરુણા, આશીર્વાદ અને સંવેદના જાગી ઉઠે છે. આશીર્વાદ લેવા વાળી વ્યક્તિ ઉપર જેની સીધી જ અસર થાય છે અને સામેની વ્યક્તિના મનમાં રહેલો ક્રોધ, નફરત અને તમારા માટેની ઘૃણા પણ શાંત થાય છે.

વડીલોના ચરણસ્પર્શથી થાય છે જીવનમાં વૃદ્ધિ:
શાસ્ત્રો મુજબ જો જોવા જઈએ તો વડીલોના ચરણસ્પર્શ કરવાના કારણે જીવનમાં વૃદ્ધિ આવે છે, ચરણસ્પર્શથી વિદ્યા, યશ, સંપત્તિ, બળમાં પણ વધારો થાય છે.

નકારાત્મક વિચારો થાય છે દૂર:
આપણા વડીલ કે આપણા કોઇપ્ણ સ્નેહી સંબંધીના ચરણસ્પર્શ કરવાથી સામેના વ્યક્તિના મનમાં રહેલા આપણા માટેના નકારાત્મક ભાવ પણ તરત દૂર થઇ જાય છે તેના મનમાં પણ હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તે આશીર્વાદ દ્વારા આપણામાં પણ પ્રવેશે છે.

ભગવાન કૃષ્ણે સુદામાના ચરણસ્પર્શ કર્યા હતા:
ઇતિહાસમાં પ્રચલિત ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વાત દરેક લોકો જાણે જ છે, શ્રી કૃષ્ણ ભગવાને પણ સુદામાના ચરણસ્પર્શ કરી તેને પોતાના હાથે ધોયા પણ હતા. સુદામાના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે જે પણ નકારાત્મક વિચારો હતા એને દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ સુદામાના ચરણસ્પર્શ કરી તેને ધોયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.