હેલ્થ

શું તમારે વજન ઉતારવું છે ? તો ચાલુ કરી દો આ ઘરગથ્થુ ઈલાજ, થોડા દિવસમાં જ જોવા મળશે પરિણામ

સામાન્ય રીતે આપણે હળદર વાળા દૂધના ફાયદાની ઘણી ચર્ચા કરતા હોય છે. માનવામાં આવે છે કે, શરદી, ઉધરસ સહીત અનેક રોગમાં ફાયદાકારક હોય છે. આ બધા ગુનો સાથે હળદરવાળું દૂધ વજન ઓછું કરવામાં પણ ઘણું મદદગાર થાય છે. હળદરનો એક દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. હળદર ગુણકારી છે સાથે-સાથે ઠંડીની ઋતુમાં વરદાન પણ છે.

Image Source

જો તમારે વજન ઘટાડવું હોય તો દરરોજ રાતે હળદર વાળું દૂધ પીવાથી જલ્દી ફાયદો થઇ શકે છે, જો તમને રાતે જમ્યા બાદ અને રાતે સુતા પહેલા ભૂખ લાગે તો હળદરવાળું દૂધ તમારી માટે પરફેક્ટ છે. હળદરમાં થર્મોજેનિક પ્રોપટીઝ હોય છે. જે મેટાબોલિઝ્મ તેજ કરે છે. હળદરથી કેલેરી બર્ન થાય છે.

Image Source

હળદરમાં ડાયટરી ફાઇબર્સ હોય છે જે વજન વધવા નથી દેતું સાથે-સાથે ફેટ ઓછી કરવામાં મદદ કરે છે. તેનો મતલબ થાય છે કે, હળદરવાળું દૂધ પીવાથી વજન ઘટવાની પ્રકિયા તેજ થઇ જાય છે.

Image Source

ઘણા લોકો હળદરને પીસીને દૂધમાં નાખીને પીવે છે. પરંતુ હળદર પાવડર કરતા હળદર વધુ ઇફેક્ટીવ છે. હળદરવાળા દૂધના ફાયદા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, હળદરવાળા દૂધમાં થોડી મરીનો પાવડર પણ ઉમેરી શકાય છે. મરી પાવડર ઉમેરવાથી તાકાત વધી જાય છે. ઘણા લોકો હળદરવાળા દૂધમાં મરી પાવડરનો ઉપયોગ રોજિંદોં કરે છે.

Image Source

હળદર વાળું દૂધ બનાવવા માટે દૂધમાં 1 મોટી ચમચી હળદર, ચપટી કાળા મરી પાવડર, ખમણેલું આદુ અને 1 ચમચી મધ ઉમેરી બરાબર ઉકાળો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.