અમદાવાદ ટેસ્ટમાં બેન સ્ટોકે તોડ્યો કોરોનાનો નિયમ, થૂંક લગાવીને બોલ સાથે કર્યું એવું કે એમ્પયારે કહ્યું….

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નવ નિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાઈ રહી છે. જેનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે ભારતીય બોલરો દ્વારા શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની ટીમને 112 રનમાં ઓલઆઉટ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે બીજા દિવસે પણ ઇંગ્લેન્ડના બોલરો ભારતીય બેટ્સમેનો ઉપર હાવી રહ્યા છે અને આ ખબર લખાઈ રહી છે ત્યાં સુધી ભારતની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઇ ચુકી છે.

પરંતુ અમદાવદ સ્ટેડિયમમાં કંઈક એવું જોવા મળ્યું જેના કારણે ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક છેલ્લા એક વર્ષથી કોરોના નિયમો સાથે ક્રિકેટ  રમી રહ્યો હોવા છતાં પણ નિયમોનું ઉલ્લઘન કરતો જોવા મળ્યો હતો. જેના કારણે એમ્પાયરે પણ આગળ આવવું પડ્યું.

ઇંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોકની રમત તો ખરાબ રહી જ પરંતુ મેદાન ઉપર તેનું વર્તન પણ ખરાબ જોવા મળ્યું. ગયા વર્ષ કોરોના વાયરસની મહામારીના કારણે ક્રિકેટ મેચ શરૂ થતા પહેલા આઈસીસી દ્વારા બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.  જેના માટે એક ઇંનિગમાં ટીમને બે વાર ચેતવણી આપવામાં આવે છે.

આ ઉપરાંત જો ટીમના ખેલાડીઓ દ્વારા વારંવાર બોલ ઉપર લાળ લગાવવામાં આવે છે તો સામેની ટીમને પેનલ્ટી રૂપે પાંચ રન આપવામાં આવશે. આ ઉપરાંત ફિલ્ડિંગ  ટીમનો કોઈપણ સદસ્ય બોલ ઉપર લાળ લગાવશે તો એમ્પાયર દ્વારા બોલને રમત શરૂ થતા પહેલા સાફ કરવો પડશે.

ત્યારે અમદાવાદ ટેસ્ટની અંદર પણ બેન સ્ટોક બોલ ઉપર લાળ લગાવતો જોવા મળ્યો હતો. આ ઘટના ઇનિંગ્સની 12મી ઓવરમાં બની હતી. જેને લઈને એમ્પાયર દ્વારા તેને ચેતવણી આપવામાં આવી હતી. અને ફરીવાર આવું કરવા ઉપર ભારતની ટીમને 5 રન આપવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.

Niraj Patel