Bell Bottom ની બ્યુટીફૂલ હિરોઈન વાણી કપૂર હોટલમાં આવા કામ કરતી હતી અને રાતોરાત બદલાઈ કિસ્મત
બોલીવુડમાં પહોંચવા માટેનો રસ્તો એટલો સરળ નથી હોતા, ઘણા સુપરસ્ટારના દીકરાઓને ફિલ્મો તો મળી જાય છે પરંતુ તે સફળ ઘણા ઓછા થાય છે, તો ઘણા કલાકાર એવા પણ છે જે ખુબ જ ગરીબી અને એવી પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે જેમની સફર જોઈને પણ ઘણા લોકોને પ્રેરણા મળે છે. હાલમાં જ આવેલી ફિલ્મ “બેલ બોટમ”ની અભિનેત્રી વાણી કપૂરની પણ કહાની કઈક એવી જ છે.
વાણી કપૂરનો આજે 23 ઓગસ્ટના રોજ જન્મ દિવસ છે. તેને હિન્દી સિનેમામાં પોતાની જગ્યા બનાવવા માટે ખુબ જ સ્ટ્રગલ કરવું પડ્યું છે. વાણી કપૂર કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી. તેની માતા એક શિક્ષિકા છે અને તેના પિતા ફર્નિચરનો વ્યવસાય કરે છે. વાણી કપૂરના પરિવારનો ફિલ્મોથી દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. વાણીએ ટુરિઝમનો અભ્યાસ કર્યો છે.
ટુટીઝમનો અભ્યાસ કર્યા બાદ વાણી કપૂરે જયપુરની ઓબેરોય હોટલમાં ઇન્ટર્નશિપ કરી હતી. આ ઉપરાંત તેને આઇટીસી હોટલમાં પણ કામ કરી ચુકી છે. તેના ઇન્ટર્ન દરમિયાન હોટલની અંદર તે બધા જ કામ કરી ચુકી છે જે એક ઈન્ટર્નને કરવા પડે છે. એટલે કે એ હોટલના એ નાના મોટા દરેક કામ વાણીને કરવા પડતા હતા જે હોટલમાં શીખવવામાં આવે છે.
વાણીએ હોટલનું કામ છોડી અને મોડેલિંગમાં પોતાનું લક અજમાવાનું વિચાર્યું તો તેના પિતા તેના મોડેલિંગની વિરુદ્ધ હતા. પરંતુ તેની માતાએ વાણીનો સાથ આપ્યો. જેના અબ્દ તેને પ્રખ્યાત ફેશન ડિઝાનરો માટે રેમ્પ વોક કર્યું અને તેને ટેલિવિઝન ઉપર જાહેરાતોમાં પણ કામ કરવાનો મોકો મળ્યો.
વાણીએ તેના કેરિયરને આગળ વધારવા માટે મુંબઈ આવવાનું વિચાર્યું અને મુંબઈમાં તેને ઘણા ઓડિશન પણ આપ્યા. જેના બાદ તેને દિવંગત અભિએન્ટ સુશાંત સિંહ રાજપૂત સાથે “શુદ્ધ દેશી રોમાન્સ”માં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેયર બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો. જેના બાદ વાણીએ ક્યારેય પાછળ વળીને નથી જોયું.
વાણીએ હાલમાં જ “બોલ બેટમ” ફિલ્મની અંદર કામ કર્યું, જેમાં તેના કામની ખુબ જ પ્રસંશા પ નકરવામાં આવી. તેની અવવનારી ફિલ્મ “શમશેરા” છે જેમાં તેની સાથે રણબીર કપૂર જોવા મળશે. તો “ચંદીગઢ કરે આશિકી” ફિલ્મમાં તે આયુષ્માન ખુરાં સાથે કામ કરતી જોવા મળશે.