દુનિયામાં એવી ઘણી એવી વસ્તુઓ છે જેના રહસ્યો જાણીને આપણે ચોંકી જતા હોઈએ છીએ, જેના વિશે આપણે ઘણી વાર સાંભળ્યું હશે, ઘણા ચમત્કારિક પથ્થરો પણ આપણે જોયા હશે, પરંતુ મધ્ય પ્રદેશના રતલામમાં મા અંબાના મંદિરમાંથી એક એવો પથ્થર નીકળ્યો છે જેના ઉપર ઠોકવાથી ઘંટ જેવો અવાજ આવે છે.

આ પથ્થરમાંથી નીકળવા વાળો આવાજ સાંભળીને લોકો પણ હેરાન રહી જાય છે. ઘણા લોકો તેને દૈવીય ચમત્કાર માને છે. આ પથ્થર ઉપર કોઈપણ બીજો પથ્થર ટકરાવવાથી ધાતુ જેવો આવાજ આવે છે.

રતલામથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા બેરછા ગામ પાસે આવેલા પ્રાચીન પહાડો ઉપર સ્થિત આ મંદિરને અંબે માતાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરથી થોડા જ દૂર એક અનોખો પથ્થર છે. પથ્થરમાંથી નીકળવા વાળો અવાજ ઘંટની જેમ સંભળાય છે, જેને ગામના લોકો ચમત્કારિક પથ્થર માને છે.

આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો જ જૂનો છે. આ મંદિરને સૌથી પહેલા એક ગામના વ્યક્તિએ જોયું હતું. તે સમયે અહીંયા પહોંચવા માટેનો કોઈ રસ્તો પણ નહોતો. ત્યારબાદ ગામલોકો દ્વારા અહીંયા પહોંચવા માટે એક કાચો રસ્તો બનાવવામાં આવ્યો. જેના કારણે મંદિરની અંદર જરૂરી પૂજા અને અન્ય સામગ્રી લાવી શકાય.

આ પ્રાચીન મંદિરથી થોડે જ દૂર આ વિચિત્ર પથ્થર છે. જેને વગાડવાથી તેમાંથી ટન ટન અવાજ આવે છે. આ કોઈ ચમત્કારથી કમ નથી. જોકે આખી પહાડી પથ્થરોથી ભરેલી છે. પરંતુ તેમાં ફક્ત એક જ પથ્થર ખાસ છે. ધાતુની જેમ અવાજ કાઢવા વાળો આ પથ્થર હજુ પણ રહસ્ય બનેલો છે.

ગામના લોકો આ પથ્થરને દૈવીય પથ્થર માનીને તેની પૂજા પણ કરવાની શરૂ કરી દીધી છે. અહીંયા ધજા પણ ફરકાવી દેવામાં આવી છે. આ પથ્થર અંબે માતાજીના મંદિરથી 700 મીટર દૂર આવેલો છે. જ્યાં ચાલીને પણ જઈ શકાય છે. હાલમાં આ પથ્થરમાંથી નીકળનારો અવાજ સાંભળવા માટે લોકોની ભીડ જામે છે.