દેશ વિદેશમાં ફેમસ અને ગુજરાતના દિગ્ગજ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. થોડા દિવસ અગાઉ સમાચારમાં આવેલું કે તેમને કોવિડના લક્ષણો દેખાયા હતા અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
જો કે બેજાન દારૂવાલાના પુત્રએ કોરોનાના લક્ષણોનો પણ ઇનકાર કરતા કહ્યું કે કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. જ્યોતિષી બેજાન દારૂવાલાની તબિયત લથડતા 23મે ના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બેજાન દારૂવાલા છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા