ખબર

મળો ભારતના મોટા કરોડપતિ ભિખારીને, મિલકત સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે

ઘણા લોકો આપણે એવા જોયા છે કે જેઓ પાસે કરોડોની સંપત્તિ છે પરંતુ તેઓ કોઈ પણ જાતના ઠાઠ-માઠ વિના સાદું જીવન જીવે છે. અને ઘણા એવા લોકો પણ જોયા છે કે જેઓ પાસે ન હોય છતાં પણ દેખાડો કરે કે તેમની પાસે ઘણું વધુ જ છે. અને ઘણીવાર એવું પણ બને કે વ્યક્તિ પોતે કરોડોની સંપત્તિનો માલિક હોય પણ તેને એ વાતથી કોઈ જ પ્રકારનો ફરક પડતો ન હોય, કારણ કે એ વ્યક્તિની માનસિક સ્થિતિ જ સારી ન હોય કે એ કઈ પણ સમજી શકે.

આવો જ એક કિસ્સો બન્યો હતો, ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં. રાયબરેલીના ડીહ કસ્બામાં એક માનસિક રીતે ખરાબ હાલતમાં રસ્તાઓ પર ભટકતો મળ્યો હતો. એક પોલીસે તેને પોતાની પાસે બોલાવીને પૂછપરછ કરી. જાણવા મળ્યું કે આ એક અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે કરોડોની સંપત્તિનો માલિક છે. પોલીસે આ વ્યક્તિની જાણકારી લઈને તેના પરિવારજનોને જાણ કરી અને તેને તેના પરિવાર સાથે મળાવ્યો હતો.

Image Source

રાયબરેલીના કોન્સ્ટેબલે આખી ઘટના જણાવી હતી. એ એક દિવસે સાંજે એક દુકાન પર ચા પી રહયા હતા એ સમયે અચાનક જ તેમની નજર એક લડખડાતા વ્યક્તિ પર પડી. એ સરખી રીતે ચાલી પણ શકતો ન હતો. કોન્સ્ટેબલે તેની પાસે જઈને એની સાથે વાતચીત કરવાની કોશિશ કરી. પણ આ વ્યક્તિ કઈં જ બોલી શકતો ન હતો. ઘણી કોશિશો બાદ આ વ્યક્તિએ પોતાનું નામ શિવવચન જણાવ્યું હતું. 60 વર્ષીય શિવવચન બછરવાના મદારી ખેડાનો રહેવાસી હતી. કોન્સ્ટેબલની પોસ્ટિંગ પણ બછરવા થાણામાં જ હતી.

એટલે એને ત્યાં ફોન લગાવીને પોતાના લોકો સાથે વાતચીત કરીને શિવવચન વિશે જાણકારી મેળવી. જે સાચી નીકળી. એ પછી તેને પરિજનોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા અને તેમના ઘરવાળાઓને સોંપવામાં આવ્યા હતા.

શિવવચનના નાના ભાઈ રમણે કહ્યું હતું કે ભાઈની હાલત છેલ્લા 10 વર્ષથી ઠીક નથી. 3 મહિના પહેલા તેઓ દશેરાના મેળામાં ગયા હતા અને ખોવાઈ ગયા હતા. તેમને શોધવાની ખૂબ જ કોશિશ કરવામાં આવી હતી પરંતુ કોઈ જાણકારી નહિ મળી, પોલીસે પણ તેમની શોધખોળ કરી.

પરિવારના લોકોના જણાવ્યા મુજબ, શિવવાચનના પિતા ગયા બક્સ સિંહના નામે લગભગ 70 વીઘા જમીન છે. તેમની 6 દુકાનો છે, ગામમાં જ રેતી અને કપચીની મોટી દુકાન પણ છે. ઘરમાં ટુ વહીલર અને ફોર વ્હીલર પણ છે. શિવવચન જ બધો કારોબાર સંભાળતા હતા, પરંતુ તેમના બીમાર થયા બાદ નાના ભાઈએ બધી જ જવાબદારીઓ સંભાળી હતી. તેમનો એક દીકરો અને એક દીકરી પણ છે. દીકરો લખનઉમાં એનીનિયરિંગ અને દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરી રહયા હતા.

Image Source

આ પહેલા પણ રાયબરેલીમાંથી ભીખ માનતા એક વૃદ્ધની ઓળખ કરોડપતિમાં તરીકે થઇ ચુકી છે. જણાવાઈ રહ્યું છે કે આ વ્યક્તિ ભીખ માંગતા અચાનક જ એક કોલેજમાં જઈ પહોંચ્યો હતો. ત્યારે સ્કૂલના સંસ્થાપકની નજર તેમના પર પડી અને તેઓએ તેમને ખાવાનું ખવડાવીને નવડાવ્યા, ધોવડાવ્યા હતા. જયારે તેમના કપડાંની તપાસ કરી ત્યારે ખિસ્સામાંથી આધારકાર્ડ સાથે 1 કરોડ 6 લાખ 2 હજાર 731 રૂપિયાં એફડીના કાગળો મળ્યા હતા. આધારકાર્ડની ઓળખથી જાણવા મળ્યું હતું કે આ ભિખારી તામિલનાડુના કરોડપતિ વેપારી છે. તેમના પરિવારને બોલાવીને તેમને સોંપવામાં આવ્યા હતા.

બીજી કહાની: રોજ કાગળો પર કઈક લખતો રહેતો આ ભિખારી, મહિલાની નજર પડી તો બની ગયો સેલિબ્રિટી, જાણો સમગ્ર કહાની…

એવું કહેવાય છે કે જે નસીબમાં લખ્યું હોય છે એ તો થઇને જ રહે છે. સુખ-દુઃખ, અમીરી, ગરીબી, પરેશાનીઓ-સમસ્યાઓ બધું જ ભોગવવાનો વારો આવે છે. આવું જ કઈંક બન્યું એક વ્યક્તિ સાથે કે તે એક સમયે વેપારી હતો અને પછી પરિવારથી વિખૂટો પડ્યો અને તેને ગુજરાન ચલાવવા માટે ભીખ મંગાવી પડી. અને પછી એકાએક સ્ટાર પણ બની ગયો.

Image Source

વાત એમ છે કે બ્રાઝિલના સાઓ પાઓલોમાં એક ભિખારી સ્ટાર બની ગયો. તેની કિસ્મત રસ્તા પરથી પસાર થતી એક મહિલાએ બદલાવી નાખી. બ્રાઝિલના રૌમૂંડો અરુડા સોર્બિન્હો વર્ષોથી રસ્તા પર ભીખ માંગીને પોતાનો ગુજારો કરતો હતો પણ તેની અંદર એક ટેલેન્ટ ભર્યું પડ્યું હતું અને તેને શાલા મોંટીએરો નામની એક મહિલાએ ઓળખી કાઢ્યું.

વાસ્તવમાં રસ્તાના કિનારે ભીખ માંગનારો રૈમૂંડો આખો દિવસ કઈકને કઈક લખ્યા કરતો હતો. પાસેના જ એક ઘરમાં રહેતી શાલા મોંટીએરો લગભગ રોજ તેની પાસેથી નીકળતી હતી અને તે જોતી કે આ ભિખારી કાગળ પર કઈક લખતો રહેતો હોય છે. એક દિવસ તેણે પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે પૂછી લીધું કે આખરે તે શું લખી રહ્યો છે.

Image Source

જો કે તેણે કોઈ જ જવાબ ન આપ્યો અને મહિલાને તે કાગળ પકડાવી લીધો જેના પર તે લખી રહ્યો હતો. તેણે જોયું કે રસ્તા પર ભીખ માંગવાવાળા ભિખારી તો ખુબ જ સુંદર કવિતા લખે છે. કવિતા વાંચ્યા પછી મહિલાના આશ્ચર્યનો પાર જ ન રહ્યો. મહિલાએ તેની કવિતાને શેયર કરવાનો નિર્ણંય કર્યો. પછી તો તેણે ભિખારીના આ ટેલેન્ટને લોકો સુધી પહોંચાડ્યું.

Image Source

વર્ષોથી રૈમૂંડો રસ્તા કિનારે બેસીને કવિતાઓ લખી રહ્યો હતો અને શાલા લગાતાર ઘણા દિવસો સુધી તેને મળવા માટે જતી હતી. દરેક વખત તે શાલાને એક નવી કવિતા લખીને આપતો હતો. શાલા આ કવિતાને ફેસબુક પર શેયર કરતી, જેને લોકો ખૂબ જ પસંદ કરતા હતા. લોકોને વિશ્વાસ ન આવ્યો કે એક ભિખારી આવું સરસ લખી શકે છે તો શાલા એક પેજ બનાવીને ફોટોઝ પણ અપલોડ કરવા લાગી.

Image Source

જોત જોતામાં રૈમૂંડોના ઘણા ચાહકો બની ગયા અને લગભગ 1 લાખ લોકોએ આ પેજને ફોલો કર્યું. ફેસબુક પર Raimundo Arrudo Sobrinho નામનું પેજ પર લગભગ 2 લાખ ફોલોઅર્સ થઇ ચુક્યા છે.

કરાવ્યું હતું મેકઓવર:

કવિતાઓને લીધે રૈમૂંડો ફેમસ બની ગયો તો લોકો તેને મળવા અને તેને જોવા માટે પહોંચવા લાગ્યા. તે ઘણા વર્ષોથી નહાયો પણ ન હતો. શાલાએ તેનું મેકઓવર કરાવ્યું અને તેના વાળ કપાવ્યા.

Image Source

શેવિંગ અને નવા કપડા પહેર્યા પછી તેને ઓળખવું પણ મુશ્કેલ બની ગયું હતું. રૈમૂંડો એટલું લોકપ્રિય બની ગયો કે કવિતાઓને લીધે તેનો 50 વર્ષનો ખોવાયેલો ભાઈ પણ મળી ગયો. એ પછી જાણવા મળ્યું કે રૈમૂંડો એક વ્યાપારી હતો જે મિલિટ્રીની તાનશાહી દરમિયાન ઘરથી વિખૂટો પડી ગયો હતો અને પૈસાના અભાવમાં તેને ભીખ માંગવી પડી રહી હતી.