મનોરંજન

અક્ષય, સૈફ અને અરબાઝના પુત્રને ભિખારીઓએ ઘેર્યા, ભિખારીથી છૂટવા માટે છૂટી ગયો પરસેવો- જુઓ બધી જ તસ્વીરો

બોલીવુડના સ્ટાર કિડ આજકાલ કોઈને કોઈ કારણે છવાઈ જતા હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લગાતાર સ્ટાર કિડ્સની એન્ટ્રી થતી હોય છે. ત્યારે હાલમાં જ સ્ટાર કિડ્સ એક પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે સ્પોટ થયા હતા. જેમાં અક્ષય કુમારનો પુત્ર આરવ ભાટિયા, સૈફ અલીખાનનો પુત્ર ઇબ્રાહિમ અલિ ખાન અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન મુંબઈમાં એક સાથે નજરે આવ્યા હતા.

આરવ ભાટિયા, ઇબ્રાહિમ અલિ ખાન, અને અરહાન ત્રણેય સારા મિત્રો છે. લગભગ આ લોકોને સાથે જ સ્પોટ કરવામાં આવતા હોય છે. સોમવારે રાતે ત્રણેય એક હોટલથી બહાર નીકળતા હતા. ત્યારે તેઓને ભિખારીએ ઘેરી લીધા હતા.

આ ભિખારી આરવ,ઇબ્રાહિમ અને અરહાન પાસેથી પૈસા માંગી રહ્યા હતા. ત્યારે આ ત્રણેયને ખબર પડતી ના હતી કે, આ ભિખારીથી કેવી રીતે છુટકારો મેળવવો.

એક રિપોર્ટ મુજબ આ દરમિયાન ઇબ્રાહિમ સાથે ધકકા-મુક્કી પણ થઇ હતી. પરંતુ તેને હસવામાં કાઢી નાખ્યું હતું. જયારે આરવ કારમાં બેઠો ત્યારે ભિખારી એ પણ તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન આરવ બહુ જ પરેશાન દેખાઈ રહ્યો હતો. ઘણી મુશ્કેલી બાદ આરવની કારમાં ઇબ્રાહિમ બેસી ગયો હતો.

આ દરમિયાન રેસ્ટોરન્ટની બહાર પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા પણ જોવા મળી હતી. જે વ્હાઇટ કલરના ક્રોપ ટોપ અને લુઝ ડેનિમ પેન્ટ્સ સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.