ખબર

એક વિવાહ એસા ભી: ખાવાનું આપી રહેલા યુવકને ભીખ માંગતી યુવતી સાથે થયો પ્રેમ

આ યુવતીને ભિખારી સાથે થયો પ્રેમ, જુઓ લગ્ન પણ કર્યા….

હાલ લોકડાઉનના કારણે સૌથી ખરાબ સ્થિત ગરીબ લોકોની થઇ છે. ગરીબ લોકોને 2 ટાઇમ જમવાનું આપવા માટે લોકો મદદ આવતા હોય છે. લોકડાઉનને કારણે એક શખ્સ લોકોની મદદ કરવા માટે જમવાનું આપતા હતા. તે સમયે એક યુવતીને પણ જમવાનું આપતો હતો. આવું લગાતાર થવાથી લોકડાઉનના 2 મહિનામાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. આ શખ્સને આ યુવતી એટલી પસંદ આવી કે, તેની સાથે લગ્ન કરવાનો ફેંસલોઃ કર્યો હતો.

Image source

આ બંનેએ સોશિયલ ડિસ્ટેંસીન્ગનો ખ્યાલ રાખીને વરમાળા પહેરાવીને લગ્ન કરી લીધા હતા. કોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે આ પ્રેમ કહાની અને લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

આ અનોખી પ્રેમ કહાની ઉત્તરપ્રદેશના કાનપુરની છે. પ્રોપટી ડીલર લાલતા પ્રસાદ એક વાર નીલમ મળી હતી જે ભીખ માંગીને તેની માતા અને તેની માટે જમવાનું માંગતી હતી. પ્રોપર્ટી ડીલર લાલતા પ્રસાદે તેના ડ્રાઇવર અનિલને નીલમને પણ દરરોજ ખોરાક પહોંચાડવા જણાવ્યું હતું. અનિલે આ કરવાનું શરૂ કર્યું. તે લગભગ બે મહિના નીલમને ખોરાક પહોંચાડતો હતો. તે નીલમ સિવાય અન્ય લોકોને ખોરાક વહેંચતો હતો. આ દરમિયાન અનિલ નીલમ પ્રત્યેની લાગણીથી જાગી ગયો. અનિલ ઘણી વાર પોતે જ રસોઈ બનાવતો અને નીલમને આપતો. નીલમ પણ અનિલ સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરતી હતી.

Image source

જ્યારે પ્રોપર્ટી ડીલર લાલતા પ્રસાદને આ વાતની જાણ થઈ ત્યારે તેણે અનિલ સાથે વાત કરી. જ્યારે અનિલને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હા પાડી. આ પછી અનિલના પિતાને મનાવવું એક મોટો પડકાર હતો. પ્રોપટી ડીલર લાલતા પ્રસાદે આ કામ જાતે કર્યું હતું. અનિલના પિતા સંમત થયા. બંનેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

નીલમને ભીખ માંગવાના સ્થળેથી લાવવામાં આવી હતી. તો નીલમની માતાને લાવવામાં આવી હતી. આ બાદ નીલમ દુલ્હન બની ગઈ. કાનપુરના ભગવાન બુદ્ધ આશ્રમમાં કેટલાક લોકોની હાજરીમાં બંનેના લગ્ન થયા. બંનેએ વરમાળા પહેરી હતી. જ્યાં લગ્ન થયા હતા ત્યાં ભીમરાવ આંબેડકર અને ભગવાન બુદ્ધની તસવીરો પણ લગાવવામાં આવી હતી. આ લગ્નમાં ઘણા સામાજિક લોકો જોડાયા હતા. અને આ રીતે,ભીખ માંગતી છોકરી તેના રાજકુમાર મળી ગયો હતો. આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે.

Image Source

જણાવી દઈએ કે, નીલમના પિતાનું નિધન થઇ ચૂક્યું છે. તો નીલમની માતા પેરાલીસીસ જેવી બીમારી સામે લડી રહી છે. ભાઈ અને ભાભીએ મારપીટ કરીને ઘરેથી ભગાડી દીધા હતા. નીલમ પાસે ગુજરાન કરવા માટે કોઈ કામ ના હહોય તે ફૂટપાથ પર ભિખારીઓ સાથે લાઈનમાં બેસતી હતી. આ દરમિયાન અનિલને જયારે નીલમની મજબૂરી ખબર પડી ત્યારે તેનાથી પ્રેમ થઇ ગયો હતો, આ બાદ તેને લગ્ન કરી લીધા હતા.