કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લેખકની કલમે

બેગમને બંદી બનાવનાર દીકરાની મહારાણા પ્રતાપે જ્યારે ધૂળ કાઢી નાખી! વાંચો હિંદરાજ પ્રતાપનો અદ્ભુત પ્રસંગ

એ વખત તો બહુ કપરો હતો. એક તરફ અકબરે હિન્દુઓ રાજવીઓનો દાટ વાળવામાં કંઈ બાકી નહોતું રાખ્યું તો બીજી બાજુ એના હવસખોર સરદારો પણ જીતાયેલા રાજવીઓના રાણીવાસને કબજે કરી લેતા અને પછી અમાનુષી કૃત્યો આચરતા. આ બધું છતાં મેવાડમાં એક દીપક જલતો હતો: સિસોદીયાવંશી રાણા પ્રતાપ નામનો! અકબર સામે અનેક રાજાઓ ઝુક્યા, રાજ અર્પણ કર્યા, રાણીઓ અર્પણ કરી પણ મહારાણા પ્રતાપ જમીનનો એક ટૂકડો પણ મુગલ ફોજને આપવા તૈયાર નહોતા.

Image Source

એ વખતની વાત છે. મહારાણા પ્રતાપનો દિકરો, નામે અમરસિંહ, એક વાર અકબરના સેનાપતિ અબ્દુલ રહીમ ખાનખાનાને પરાસ્ત કરીને પાછો ફરતો હતો તે વેળા એણે અકબરના હરમ(રાણીવાસ) પર કબજો કરી લીધો. બેગમને બંદી બનાવી.

મહારાણા પ્રતાપને આ સમાચાર મળ્યા. અમરસિંહને બોલાવ્યો અને ત્રાડ નાખી: “તે આપણી સંસ્કૃતિને લજવી છે. તને ખબર તો છે ને કે આપણું યુધ્ધ અકબર સામે છે, નહી કે એની બેગમો સામે! એની સ્ત્રી એ આપણી માતા-બહેન બરોબર છે. તું જ ઉઠીને એને બંદી બનાવીશ તો આપણામાં ને મલેચ્છોમાં ફેર શું? મુકી આવ એને પુરા ઠાઠમાઠ, ઇજ્જત-આબરૂ સાથે…”

અમરસિંહ શું બોલે?

મહારાણા પ્રતાપે રાણીવાસમાં જઈને બેગમની માફી માંગી અને કહ્યું, “જે શિર અકબર સામે કદી ઝુક્યું નથી કે ઝુકવાનું નથી એ આજ આપની સામે ઝૂકે છે. અમે તમને જે કષ્ટ આપ્યું એ બદલ ક્ષમા કરજો.”

Image Source

બેગમ મનોમન આ હિંદરાજને વંદી રહી!

આ તરફ અકબરને સમાચાર મળ્યા કે હરમ પર મેવાડી સૈનિકોનો કબજો આવી ગયો છે ત્યારનું એને ક્યાંય ચેન નહોતું. એના માણસોએ લાખ સમજાવ્યો કે, બેગમ ત્યાં એટલી જ સુરક્ષિત છે જેટલી આપણા રાજઘરાનામાં… પણ અકબરને કેમે કરીને વાત ગળે નહોતી ઉતરતી.

બીજે દિવસે અકબરના આશ્વર્ય વચ્ચે બેગમને શાહી ઠાઠમાઠ સાથે મહારાણા પ્રતાપના સિપાહીઓ અકબરના રાજમહેલમાં મુકી ગયા!

આજે આપણે એકતરફ મહારાણા પ્રતાપના નામની ‘જય’ બોલાવીએ છીએ તો બીજી તરફ કોઈની બેન-દીકરી સામે કૃદ્રષ્ટિ કરવામાં પણ આપણી આંખો ભાગ ભજવે છે! આ દોગલાપણું ક્યારે દુર થશે? રાણા પ્રતાપની મૂર્તિઓ ઊભી કરનારા આપણે એમના આદર્શોને ક્યારે અપનાવીશું? આવું થશે તે દિવસે ફરીવાર એકલીંગની કૃપા થશે એમાં બેમત નથી.

Image Source

‘માયડ! તારો વો પૂત કઠે…?
વો મહારાણા પ્રતાપ કઠે?’

વંદન!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks