જાણો દિવાળી પહેલા કઈ રાશિના લોકોએ શેનું દાન કરવું, શત્રુઓ પર મળશે હંમેશા વિજય

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે, માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે.

હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, જો દિવાળી પહેલા કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ હંમેશા તેના દુશ્મનો પર વિજય મેળવે છે. આ સાથે, સમસ્યાઓથી છુટકારો મેળવીને, વ્યક્તિ સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકે છે. ત્યારે હવે નવરાત્રિનો તહેવાર પૂર્ણ થઇ ગયો છે અને હવે દિવાળીનો તહેવાર આવવાનો છે તો હવે 12 રાશિના જાતકોએ દીવાળી પહેલા આટલુ કામ કરવુ જોઇએ.

 • મેષ: મેષ રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. તેમજ તેમને દુર્વા અર્પણ કરવા અને તેમને લાડુનો ભોગ ધરવો જોઈએ.
 • વૃષભ: વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
 • મિશુન: મિથુન રાશિના લોકો લાલ કપડામાં થોડો ગોળ બાંધીને તેને જમીન નીચે દાટે, તો તેમની દરેક મનોકામના પૂરી થશે.

ul>

 • કર્ક: કર્ક રાશિના લોકોએ નવી સાવરણી ખરીદવી જોઈએ અને પોતાના શત્રુઓ પર જીત મેળવવા ઉપરાંત તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘરને સાફ કરવું જોઈએ. આનાથી ટૂંક સમયમાં દુખના દિવસોનો અંત લાવશે.
 • સિંહ: સિંહ રાશિના લોકોએ ગરીબોને ભોજન આપવું જોઈએ. તેને ઠંડીથી બચાવવા માટે કપડાંનું દાન કરો.
 • કન્યા: કન્યા રાશિના લોકોએ દુશ્મનો પર જીત મેળવવા અને સમસ્યાઓ દૂર કરવા માટે ગોળના પકોડા(dumplings)નો ભોગ ધરીને શત્રુ પર વિજય મેળવવા અને સમસ્યાને દૂર કરવા પ્રાર્થના કરવી.

ul>

 • તુલા: તુલા રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ તેમને ભગવાન રામ અને તેમના ભક્ત હનુમાન બંનેના આશીર્વાદ આપશે. હનુમાનજીને ચણાના લોટના લાડુ અર્પણ કરવા ખૂબ જ શુભ રહેશે.
 • વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકોએ ગરીબોને દાન કરવું જોઈએ.
 • ધન: ધન રાશિના લોકોએ ભગવાન ગણપતિને લાડુ અર્પણ કરીને તેમની પૂજા કરવી જોઈએ.

ul>

 • મકર: મકર રાશિના લોકોએ ગરીબોને ભોજનનું દાન કરવું જોઈએ. તેમાની તમામ મુશ્કેલીઓનો અંત આવશે.
 • કુંભ: કુંભ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તેમને ચોલા અર્પણ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
 • મીન : મીન રાશિના લોકોએ ગરીબોને દાન કરવું જોઈએ.
YC