પતિ 2 અને બાળકોને ને ખોટું કહી રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજુ કે જેણે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા છે, તેનો એક વીડિયો થોડા સમય પહેલા સામે આવ્યો હતો, આ વીડિયો પંજાબની વાઘા બોર્ડરનો છે. અહીંથી અંજુ પાકિસ્તાનના લાહોર પહોંચી હતી. તેણે પહેલા વાઘા બોર્ડર પર સેલ્ફી લીધી અને પછી પોતાનો વીડિયો પણ બનાવ્યો. આ વીડિયોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. બીજી તરફ, જ્યારથી અંજુના પતિને ખબર પડી છે કે તે તેની સાથે ખોટું બોલીને લાહોર પહોંચી ગઈ છે, ત્યારે તે ખૂબ જ નિરાશ છે. અંજુના પતિ અરવિંદનું કહેવું છે કે, મારી પત્ની મારી સાથે ખોટું બોલીને ભીવાડીથી પાકિસ્તાન પહોંચી ગઈ છે.
અંજુનો પાકિસ્તાનથી વીડિયો આવ્યો સામે
તેણે મને કહ્યું કે તે તેના એક મિત્રને મળવા જયપુર જઈ રહી છે. હું 4 દિવસ સુધી વોટ્સએપ દ્વારા તેની સાથે વાત કરતો રહ્યો. પરંતુ રવિવારે મને ખબર પડી કે તે જયપુરમાં નહીં પરંતુ પાકિસ્તાનના લાહોરમાં છે. જો કે, અંજુ કહે છે કે તે તેના પતિ સાથે મજબૂરીમાં રહેતી હતી. ભારત આવ્યા બાદ તે પોતાના બાળકો સાથે પતિથી અલગ રહેવા માંગે છે. અંજુએ રાજસ્થાન તક સાથે વાત કરતા કહ્યું હતુ કે હા મેં પાકિસ્તાન જવા વિશે કોઈને કહ્યું નહોતુ. પરંતુ હું 2 થી 4 દિવસમાં પાછી આવીશ. તેણે કહ્યું હતુ કે હાલમાં તે પેશાવરથી આગળ ડીર અપર વિસ્તારમાં છે અને સુરક્ષિત છે. તેણે કહ્યું, “હું અહીં મુલાકાત લેવા આવી છું. મેં તમામ કાયદાકીય ફોર્મેટનું પાલન કર્યું છે.
કહ્યુ- બધુ પ્લાનિંગ અને તૈયારી સાથે આવી છું
હું બધું પ્લાનિંગ અને તૈયારી કરીને આવી છું. અહીં લગ્ન હતા, મારે તેમાં પણ હાજરી આપવાનું હતું. હું વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી છું. સૌ પ્રથમ હું ભીવાડીથી દિલ્હી આવી અને દિલ્હીથી અમૃતસર પહોંચ્યા બાદ હું ત્યાંથી વાઘા બોર્ડર પર પાકિસ્તાન પહોંચી. તેણે કહ્યું કે લોકો મારા વિશે ઘણી બધી વાતો કહી રહ્યા છે કે હું નસરુલ્લા સાથે સગાઈ કરવા પાકિસ્તાન આવી છું. લોકો તેને સીમા હૈદર કેસ સાથે પણ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી હું તેમને કહેવા માંગુ છું કે મારો કેસ સીમા જેવો નથી. હું 2 થી 4 દિવસમાં ભારત પરત ફરીશ. નસરુલ્લા સાથે મારી વાતચીત વર્ષ 2020માં ફેસબુક દ્વારા શરૂ થઈ હતી.
જેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહી હતી અંજુ તેની સાથે જ લગ્ન કરી કબૂલ કર્યો ઇસ્લામ ધર્મ
પરંતુ લોકો બિનજરૂરી રીતે મારું નામ તેની સાથે જોડે છે. અંજુએ એમ પણ જણાવ્યું કે તેના પતિ અરવિંદ સાથે તેના સંબંધો પહેલાથી જ સારા નથી. તે માત્ર બાળકો ખાતર અરવિંદ સાથે રહેતી હતી. હવે હું ભારત આવીને મારા બાળકો સાથે મારા પતિથી અલગ રહેવા માંગુ છું. હાલમાં હું મારા પતિ સાથે રહેતી હતી. જો કે, એકાએક જ ખબર આવી હતી કે અંજુએ પાકિસ્તાનના નસરૂલ્લા સાથે નિકાહ કરી લીધા છે અને તે ઇસ્લામ કબૂલી ફાતિમા બની ગઇ છે. ત્યારે હવે આ મામલે આગળ શું-શું વળાંક આવે છે એ જોવાનું રહ્યુ.
पाकिस्तान से अंजू ने जारी किया वीडियो, कहा- जल्द लौटूंगी वापस, परिवार को न करें परेशान
फेसबुक दोस्त से मिलने गई अंजू ने पाकिस्तान से एक वीडियो जारी किया है। वीडियो में अंजू ने कहा है कि उसके परिवार को परेशान न किया जाए। वह दो-तीन दिन में वापस भी लौट आएगी। pic.twitter.com/Mt1xbFzjAp— Nitesh Srivastava (@nitesh_sriv) July 24, 2023
“