બોલીવુડમાં એ લોકો જ સફળ થતા હોય છે જે લોકો ટેલેન્ટેડ હોય છે. જો કોઈ વ્યક્તિમાં હુન્નર હોય અને તેનું નસિબ સાથ આપતું હોય તો તેને સફળ થતા કોઈ નથી રોકી શકતું. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે બોલીવુડમાં આવ્યા પહેલા લગ્નના ચક્કરમાં ના પડવું જોઈએ લોકો એવું માનતા હોય છે કે પહેલા કરિયર બનાવવું જોઈએ બાદમાં જ લગ્ન કરવા જોઈએ. બોલીવુડના ઘણા એવા કલાકાર છે જે બોલીવુડમાં આવ્યા પહેલા જ તેને લગ્ન કરી લીધા હતા.
આવો જાણીએ એ કલાકાર વિષે.
ફરહાન અખ્તર બૉલીવુડના એક્ટર ફરહાન અખ્તરે 2000માં અધુના ભવાની સાથે લગ્ન કર્યા હતા.ત્યારબાદ ફરહાન અખ્તર 2001માં ડાયરેક્ટર ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ફરહાન અખ્તર અને અધુનાએ 2017માં સંબંધમાં તિરાડ પડવાને લીધે અલગ થઇ ગયા હતા.
આમિર ખાન

બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનની દિલ તેની પડોશણ રિના દત્ત પર આવી ગયું હતું. બંનેના જાતિ અલગ હોવાને કારણે બંને ભાગીને લગ્ન કરી લીધા હતા. આમિર એન રિના દત્તે 1986માં લગ્ન કર્યા હતા. આમિર ખાને 1988માં ‘કયામત સે કયામત’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આમિર ખાને 2002માં કિરણથી અલગ થઇને કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા.
શાહરુખ ખાન
View this post on Instagram
બોલીવુડના સુપરસ્ટાર અને કિંગખાનના નામથી જાણીતા શાહરુખ ખાને બોલીવુડમાં દેબયી કરતા પહેલા જ 1991માં ગૌરી ખાન સાથે લગ્ન કરી લડિહા હતા. આ બાદ 1992માં શાહરુખ ખાને ફિલ્મ ‘દીવાના’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
અર્જુન રામપાલ
View this post on Instagram
અર્જુન રામપાલે વર્ષ 1991માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ અર્જુન રામપાલે ફિલ્મ ‘દીવાનાપનથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અર્જુન રામપાલે નવેમ્બર મહિનામાં જ તેની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા.
આયુષ્માન ખુરાના
View this post on Instagram
બોલીવુડની દુનિયાના સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાએ વર્ષ 2008માં તેની બાળપણથી મિત્ર તાહિરા કશ્યપ સાથે 2008માં લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં આયુષ્માન ખુરાનાએ ફિલ્મ ‘ વિકી ડોનર’થી ડેબ્યુ કર્યું હતું. આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ હિટ ગઈ હતી.
સુનિલ શેટ્ટી
View this post on Instagram
બોલીવુડના અન્નાના નામથી જાણીતા સુનિલ શેટ્ટીએ વર્ષ 1991માં લગ્નસી કર્યા હતા. લગ્ન કર્યા બાદ સુનિલ શેટ્ટીએ ફિલન ‘ બળવાન’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સુનિલ શેટ્ટીની આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી.
રાજ કપૂર

બોલીવુડના એક સમયના સુપરસ્ટાર રાજ કપૂરે 1946માં કૃષ્ણા કપૂર સાથે લગ્ન કર્યા હતા. રાજ કપૂરે 1947માં ‘નીલ કમલ’માં ડેબ્યુ કર્યું હતું. રાજ કપૂરે 10 વર્ષની ઉંમરમાં જ બાળ કલાકાર તરીકે મોટા પડદા પર નજર આવ્યા હતા.