ફિલ્મી દુનિયામાં કોઈની પાસે સમય નથી એ વાત તો આપણે જાણીએ જ છીએ અને એકવાર એ દુનિયામાં પ્રવેશ્યા પછી સામાન્ય જીવન જીવવાનો અભરખો પણ ઉતરી જાય છે ત્યારે ફિલ્મ જગતના કેટલાક એવા ખ્યાતનામ નામ છે જેમને પોતાનું કેરિયર બનાવવા માટે સંતાન સુખથી પણ વંચિત રહેવાનું નક્કી કરી લીધું તો કેટલીક હસ્તીઓ સમય વીતી જતા માતા પણ ના બની શકી અને આવિએફ અને સેરોગેસી દ્વારા માતા બનવાનો નિર્ણય કર્યો, પરંતુ આ નિર્ણય સમયે પણ તેમની ઉંમર 40થી ઉપર નીકળી ગઈ હતી. આજે અમે તેમને એવી જ કેટલીક ખ્યાતનામ હસ્તીઓ વિશે જણાવીશું.
View this post on Instagram
શિલ્પા શેટ્ટી:
થોડા જ દિવસો પહેલા શિલ્પા શેટ્ટીએ એક બાળકીને જન્મય આપ્યાના સમાચાર આપતા જ ચર્ચામાં આવી ગઈ હતી, રાતો રાત માતા બનવાની વાત જાણીને તેના ચાહકો પણ વિચારમાં પડી ગયા હતા. શિલ્પાએ એક બાળકને પહેલ જ જન્મ આપ્યો હતો પરંતુ તે એક દીકરી ઇચ્છતી હતી અને તેને સેરોગેસી દ્વારા 15 ફેબ્રુઆરીએ જ એક બાળકીને જન્મ આપ્યો, આ સમયે શિલ્પાની ઉંમર 44 વર્ષની છે.
Thanku doctor Nandita it’s been a 7 year journey! pic.twitter.com/gCqoeiVMC9
— Ekta Kapoor (@ektarkapoor) January 31, 2019
એકતા કપૂર:
એકતા કપૂર જેમ ટીવીની ધારાવાહિકમાં ટ્વીસ્ટ લાવતી રહે છે તેવો જ ટ્વીસ્ટ તે પોતાના જીવનમાં પણ લઇ આવી. એકતા કપૂરના લગ્ન હજુ સુધી થયા નથી અને એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે તે લગ્ન કરવા ઇચ્છતી પણ નથી પરંતુ પોતાના ભાઈ તુષાર કપૂરના દીકરાને જોતા તેને પણ માતા બનવાની ઈચ્છા થઈ ગઈ અને એકતાએ 43 વર્ષની ઉંમરમાં સેરોગેસી દ્વારા એક બાળકને જન્મ પણ આપ્યો.
View this post on Instagram
ફરાહ ખાન:
બોલીવુડમાં કોરિયોગ્રાફર ફરાહ ખાનનું નામ ખુબ જ જાણીતું છે. તે લગ્નના કારણે પણ ખુબ જ ચર્ચામાં આવી હતી. ફરાહ ખાને તેનાથી નાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જયારે ફરાહના લગ્ન થયા ત્યારે તેની ઉંમર 40 વર્ષની હતી અને તે પોતાના પરિવારને વધારવા માંગતી હતી, જેથી આઇવીએફની મદદથી તેને 3 બાળકોને જન્મ અપાયો હતો.
View this post on Instagram
કાશ્મીર શાહ:
કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ પણ સેરોગેસી દ્વારા માતા બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાશ્મીરાએ 14 વાર માતા બનવાનો પ્રયાસ કર્યો પરંતુ દર વખતે તે નિષ્ફળ રહી હતી અને છેલ્લે સેરોગેસી દ્વારા તે 45 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની હતી.

ડાયના હેડન:
મિસ વર્લ્ડ રહી ચુકી ડાયના હેડન 42 વર્ષની ઉંમરે માટે બની હતી. તેને પોતાના અંડાણુઓને 8 વર્ષથી સાચવી રાખ્યા હતા અને 8 વર્ષ બાદ તે માતા બની હતી.
View this post on Instagram
ગૌરી ખાન:
અભિનેતા શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન ત્રીજીવાર માતા બની ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી. ગૌરી ખાન પણ બીજી અભિનેત્રીઓની જેમ જ સેરોગેસી દ્વારા માતા બની હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.