અજબગજબ

આ એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે લાખોપતિ, જો તમારી પાસે પણ હોય તો આજે જ આ જગ્યાએ જઈને વેચી દો

આ એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે લાખોપતિ, જાણો ટિપ્સ

દુનિયાભરમાં ઘણા લોકો એવા હોય છે જે અલગ અલગ પ્રકારના નાણાંનો સંગ્રહ કરતા હોય છે. તેમને આવા વિશિષ્ટ પ્રકારના નાણાં એકત્ર કરવાનો શોખ હોય છે અને તેના માટે ઘણા લોકો મોં માંગી કિંમત પણ ચુકવતા હોય છે.

Image Source

જેના કારણે આજે ઓનલાઇન 1 રૂપિયાથી લઈને ચલણમાં આવેલી તમામ પ્રકારની વિશિષ્ટ નોટોની બજારમાં ખુબ જ ઊંચી માંગ છે. અને આ ચલણ વેચવા માટે આપણે ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. આજે ઓનલાઈન કેટલીય ઈ-કોમર્સ વેબસાઈટ છે જેના દ્વારા તમે તેને વેચી શકો છો.

Image Source

બસ આ ચલણમાં એક ખાસ શરત હોય છે કે તે ચલણ વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ. તેના સિરિયલ નંબર અને ગવર્નરની સહીના આધારે માત્ર એક રૂપિયાની નોટના પણ લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર થતા હોય છે.

Image Source

થોડા સમય પહેલા જ એક 1 રૂપિયાની નોટની ઓનલાઇન બોલી 7 લાખ રૂપિયા સુધી લાગી, અને 1 રૂપિયાના બદલામાં જેની પાસે નોટ હતી તે વ્યક્તિને સાત લાખ રૂપિયા મળ્યા. પરંતુ આ નોટમાં પણ એક ખાસ વાત હતી.

Image Source

7 લાખ રૂપિયામાં જે નોટની બોલી લાગી તે નોટ આઝાદીના પહેલાની હતી. જેના પર તે સમયના ગવર્નર જે ડબલ્યુ કેલીના હસ્તાક્ષર હતા. 80 વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઈન્ડિયા તરફથી 1935માં બહાર પાડવામાં આવી હતી.

Image Source

એવું પણ નથી કે ઈ કોમર્સ વેબસાઈટ ઉપર દરેક નોટ લાખોની કિંમતમાં જ વેચાય છે, ઘણી નોટના ભાવ સામાન્ય પણ છે. પરંતુ એ તમારી નોટની કિંમત કરતા કેટલાય ઘણા વધારે છે. એક ઈ-કોમર્સ વેબસાઈટ ઈબે ઉપર પૂર્વ ગવર્નર મોન્ટેક સિંહ અહલુવાલિયાના હસ્તાક્ષર વાળી નોટ બે લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.

Image Source

ઈબે જેવી વેબસાઈટ ઉપર નોટ ખરીદી પણ શકાય છે અને વેચી પણ શકાય છે. આ વેબસાઈટ ઉપર ઘણા લોકો એક રૂપિયાની નોટના બંડાલો પણ હજારો રૂપિયાની કિંમતમાં વેચી રહ્યા છે. જે ઘણા જ જુના છે.

Image Source

આ ઉપરાંત પણ તમારી એક રૂપિયાની જૂની નોટ 1000 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધી પણ વેચી શકો છો, એ નોટ કેટલી જૂની છે, તેના ઉપર ક્યાં ગવર્નરના હસ્તાક્ષર છે અને તેની ઉપર રહેલો સિરિયલ નંબર કેવો છે તે આધારે નક્કી કરવામાં આવે છે.

Image Source

જો તમારી પાસે પણ આવી નોટ હોય તો આજે જ ઈબે અથવા તો બીજી કોઈપણ નોટ અને જુના ચલણી સિક્કાની લેવડ દેવડ કરતી વેબસાઈટ ઉપર તમે વિઝીટ કરી અને વેચવાનો પ્રયત્ન કરી શકો છો.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.

તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX