ખબર

Amazonમાં ફક્ત 4 કલાક કામ કરીને દરેક મહિને કમાઈ શકો છો 60,000 રૂપિયા, પણ 1 શરત છે, જાણો શું કરવું પડશે

દુનિયાની સૌથી મોટી કંપની માટે નોકરી કરવાની કોને ઈચ્છા ન હોય, પરંતુ જો કામ ડિલિવરી બોયનું હોય તો કદાચ લોકો પાછળ હટી જાય. પરંતુ આ કોઈ સામાન્ય કામ નથી. તેમાં મહેનત સિવાય ઘણી સારી કમાણી પણ થઈ છે. બેરોજગારો માટે આ એક સારો વિકલ્પ છે. પરંતુ Amazonમાં ડિલિવરી બોય બનવા માટે શું કરવું પડશે જાણો બધી જ વિગતો – કોણ હોય છે ડિલિવરી બોય – 

ડિલિવરી બોય એટલે એ વ્યક્તિ કે જે ઓનલાઇન કે રિટેલ કંપનીના પેકેજ ગ્રાહકો સુધી પહોંચાડે છે. ડિલિવરી બોય એમેઝોનના વેરહાઉસથી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં ડિલિવરી બોયસ રોજ લાખો પેકેજ ડિલિવર કરે છે. એક ડિલિવરી બોયને 100થી 150 પેકેજ એક દિવસમાં ડિલિવર કરવાના રહે છે.

10-15 કિમી વિસ્તારમાં કરવાની હોય છે ડિલિવરી – 

દિલ્હીમાં એમેઝોનના લગભગ 18 સેન્ટર છે, એવા જ લગભગ બધા શહેરોમાં એમેઝોનના સેન્ટર છે. બધા જ પેકેજ ગ્રાહકના એડ્રેસ પર પહોંચાડવામાં આવે છે. એમેઝોનના સેન્ટરથી લગભગ 10-15 કિલોમીટરના વિસ્તારમાં પેકેજ ડિલિવર કરવામાં આવે છે.કેટલા કલાક કરવું પડે છે કામ – 

ડિલિવરી બોયએ આખો દિવસ કામ નથી કરવું પડતું, જે તેમના ભાગે આવે છે એ જ પેકેજ પહોંચાડવાના હોય છે. જો કે એમેઝોન સવારના 7થી લઈને સાંજે 8 વાગ્યા સુધી ડિલિવરી કરે છે. દિલ્હીના ડિલિવરી બોયનું કહેવું છે કે તેઓ એક દિવસમાં લગભગ 4 કલાકમાં જ 100-150 પેકેજ ડિલિવર કરે છે.

ડિલિવરી બોય બનવા માટે શું હોય છે જરૂરી –

ડિલિવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, જો તમે સ્કૂલ કે કોલેજ પાસ હોવ તો પાસિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ડિલિવરી કરવા માટે તમારી પાસે પોતાની બાઈક કે સ્કૂટર હોવું જોઈએ, અને તેનું ઇન્શ્યોરન્સ અને આરસી પણ જરૂરી છે. સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ.કેટલાક પેકેજની ડિલિવરી માટે તમારે પોતાનું વાહન જ વાપરવાનું રહશે, અને જો કોઈ મોટા પેકેજ ડિલિવર કરવાના હોય તો કંપની કેટલીક શરતો પર તમને મોટું વાહન પણ આપી શકે છે. તેમને ઘર અને ઓફિસ બંને જગ્યાઓ પર ડિલિવરી કરવી પડે છે. જો કે એ ડિલિવરી બોય જ નક્કી કરે છે કે તેને ક્યાં પેકેજ ડિલિવર કરવા છે.

નાના સામાનથી લઈને ફ્રિજ, ટીવી, એસી જેવી વસ્તુઓ પણ ડિલિવર કરી શકો છે એ માટે મોટું વાહન કંપની તમને આપશે.

કઈ રીતે કરો એપ્લાય – 

ડિલિવરી બોયની નોકરી માટે તમે સીધા જ એમેઝોનની સાઈટ https://logistics.amazon.in/applynow પર આવેદન કરી શકો છો. મોટેભાગના સેન્ટરમાં ડિલિવરી બોયની જગ્યા હંમેશા ખાલી જ હોય છે, અને જો જગ્યા ન હોય તો પણ ભવિષ્ય માટે તમારું નામ રજીસ્ટર થઇ શકે છે. જગ્યા થવા પર તમને નોકરી મળી શકે છે.નોકરી પર્મેનેન્ટ હોય છે કે કોન્ટ્રાકટ –

એમેઝોનમાં ડિલિવરી બોયની નોકરી પર્મેનેન્ટ પણ નથી હતી કે કોન્ટ્રાકટ પર પણ નથી હોતી. તમે જયારે ઈચ્છો ત્યારે નોકરી છોડી શકો છો, જયારે કંપની પણ તમારી પરફોર્મન્સને જોઈને તમને કાઢી શકે છે.

કેટલો મળે છે પગાર – 

એમેઝોન ડિલિવરી બોયને દર મહિને નિયમિત પગાર મળે છે. એમેઝોનના ડિલિવરી બોયને મહિને 12-15 હજાર પગાર મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારે કાઢવાનો રહે છે. પરંતુ એક પેકેજ ડિલિવર કરવા પર 10-15 રૂપિયા મળે છે. ડિલિવરી સર્વિસ આપનારી કંપની મુજબ, જો કોઈ આખો મહિનો કામ કરે અને રોજ 100 પેકેજ ડિલિવર કરે તો આરામથી 55000થી 60000 રૂપિયા મહિને કમાઈ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks