મનોરંજન

પહેલી ફિલ્મમાં રાતોરાત હિટ થઇ ગયા હતા આ 4 સિતારાઓ, પછી થયા ફ્લોપ તો કરવા લાગ્યા સાઈડ રોલ

હિંદી સિનેમા જગતમાં ઘણા એવા કલાકારો છે જેઓ લાંબા સમયથી પોતાનું નામ જાળવી રાખવામાં કામિયાબ થયા છે. જ્યારે અમુક સિતારાઓ એવા પણ છે જેમણે પોતાની કારકિર્દીમાં હિટ ફિલ્મો આપ્યા પછી આજે ગુમનામીમાં જીવી રહ્યા છે. એમાંના અમુક 90 ના દશકના એવા સિતારાઓ છે જેમણે પહેલી જ ફિલ્મ સુપરહિટ આપી અને પછી ગુમનામ થઇ ગયા.

1. ડીનો મોરિયા:

ડિનો મોરિયાએ વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ‘પ્યાર મૈં કભી કભી’ દ્વારા ફિલ્મોની શરૂઆત કરી હતી. જેના પછી તે વર્ષ 2000 માં સુપરહિટ ફિલ્મ ‘રાજ’ માં જોવા મળ્યા હતા, પણ તેના પછી તેની એકપણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. જેના પછી તે ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જ જોવા મળ્યા હતા.

2. રિમી સેન:

 

View this post on Instagram

 

A post shared by Subhamitra (Rimi Sen) (@subhamitra03) on

રિમી સેનનું નામ તે અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે જેના માટે બૉલીવુડ અભિનેતા પાગલ રહેતા હતા. એક સમયે હિટ ફિલ્મો આપેલી રિમી આજે ગુમનામીનું જીવન જીવી રહી છે. 38 વર્ષની રિમી સેનએ આજે પણ લગ્ન નથી કર્યા.

3. તુષાર કપૂર:

તુષાર કપૂરે ફિલ્મ ‘મુજે કુછ કેહના હૈં’ થી અભિનયની શરૂઆત કરી હતી, ફિલ્મને બૉક્સ ઑફિસ પર સારી એવી પ્રતિક્રિયા મળી હતી પણ તુષાર કપૂર ક્યારેય પોતાના પિતા જીતેન્દ્રની જેમ સ્ટારડમ મેળવી ન શક્યા. તુષાર કપૂરને ખુબ ઓછી ફિલ્મોમાં મુખ્ય અભિનેતાના સ્વરૂપે જોવામાં આવ્યા હતા. લગાતાર ફ્લોપ ફિલ્મો થવાને લીધે હવે તુષાર કપૂર ફિલ્મોમાં સાઈડ રોલ કરતા જોવા મળે છે.

4. મધુ:

Image Source

‘ફૂલ ઔર કાંટે’થી વીરુ દેવગને દીકરા અજય દેવગનને હિન્દી સિનેમામાં ડેબ્યુ કરાવ્યું હતું. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી મધુ જોવા મળી હતી. મધુ હેમા માલિનીની ભત્રીજી અને જુહી ચાવલાની ભાભી છે. મધુએ બૉલીવુડ સિવાય મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પણ મધુને ઓળખ તો ફિલ્મ ફૂલ ઔર કાંટે દ્વારા જ મળી હતી. આ ફિલ્મ સિવાય મધુને મણિ રત્નમની ફિલ્મ ‘રોજા’ માટે પણ યાદ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ