પોતાના શરીરની સુંદરતાનો ઉપયોગ કરીને આખી દુનિયામાં કાવતરાં કરનારી રાણી, જોઈને ભલભલા મોહી જતાં!
સૌંદર્ય લોકોના જીવનમાં ખાસ મહત્વ રાખતું હોય છે ખાસ કરીને મહિલાઓમાં. આજના જ સમયની વાત કરીએ તો લોકો સુંદર દેખાવા માટે અનેક અવનવા પ્રયોગો કરતા હોય છે. ફિલ્મોની અભિનેત્રીઓ પણ બીજા કરતા વધારે સુંદર દેખાવા માટે વ્યાયામ, યોગા, મેડિટેશન, કોસ્મેટિક્સ, મેકઅપ વગરેનો સહારો લેતી હોય છે, આ સિવાય અમુક અભિનેત્રીઓ તો પોતાના અંગોને સુંદર અને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ સહારો લઇ ચુકી છે.
પણ વાત જો હજારો વર્ષો પહેલાની કરીએ તો ત્યારે પણ મહિલાઓ સુંદરતા નિખારવા માટે અવનવા પ્રયોગો કરતી રહેતી હતી. તેમાંની જ એક સુંદર મહિલા રોમ-મિસ્ત્રની રાજકુમારી ક્લિયોપેટ્રા હતી. ઇતિહાસના પન્ના પર તેનું નામ સુંદરતાની દેવીના રૂપે દર્જ છે. આજે અમે તમને ક્લિયોપેટ્રાની જીવનશૈલી અને તેની સુંદરતાના રહસ્ય વિશે જણાવીશું.

પોતાની યુવાની આ સુંદરતા હંમેશા માટે યથાવત રહે તેના માટે તે એવી સામગ્રીઓનો ઉપીયોગ કરતી હતી કે તેના વિશે આપણે વિચારી પણ ન શકીએ. જુલિયસ સિજર અને માર્ક એંથોની પણ તે સમયે ક્લિયોપેટ્રાની સુંદરતાના ઘાયલ હતા. માનવામાં આવતું હતું કે 30 ई.पू.(ઈસા પૂર્વ અને ઈસ્વી)ના સમયમાં ક્લિયોપેટ્રા જેવી સુંદર ત્વચા અન્ય બીજી કોઇપણ મહિલાની ન હતી. પોતાની સુંદરતાને નિખારવા માટે ક્લિયોપેટ્રા રોજ સ્નાન કરતી વખતે પાણીના બદલે ગધેડીના દૂધનો ઉપીયોગ કરતી હતી.

એકવાર સ્નાન માટે દૂધ એકઠું કરવા માટે તેને 700 જેટલી ગધેડીઓની જરૂર પડતી હતી. વધારે ફાયદા માટે દૂધમાં હળદર પણ ભેળવવામાં આવતી હતી. જાણકારીના આધારે દૂધમાં લેક્ટિક એસિડ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, બાયપાએકટીવ એન્જાઈમ્સ હય છે જે ત્વચાને સફેદ-સુવાળી અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

આ સિવાય મોટી ઉંમરે ચેહરા પર કરચલીઓ ન આવે તેના માટે ક્લિયોપેટ્રાએ મગરમચ્છનું મળ પણ પોતાના ચેહરા પર લગાવાનું શરૂ કરી દીધું. જેની દુર્ગંધ દૂર કરવા માટે તેને પરફ્યુમ વિશે વિચાર આવ્યો અને પોતાની પરફ્યુમ ફેક્ટરી બનાવી જેમાં સ્ટ્રોંગ સુગંધ વાળા હજારો ફૂલો, પાન, બીજ નો ઉપીયોગ કરવામાં આવતો હતો.

આ સિવાય પોતાની ત્વચાને મૉઇસ્ચરાઇઝડ કરવા માટે ક્લિયોપેટ્રા રોયલ જેલીનો ઉપોયોગ કરતી હતી. રોયલ જેલી મધમાખીઓમાંથી એકત્રિત કરવામાં આવતી હતી જે મધમાખીઓના હાયપોફોરિન્ક્સ ગ્રન્થીઓમાંથી સ્ત્રવિત થાય છે. આ જેલીમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવાનું કામ કરે છે. આ સિવાય તે પોતાની ત્વચા નિખારવા માટે સ્નાન કરતી વખતે ડડ સી સોલ્ટનો પણ ઉપીયોગ કરતી હતી જે તેના શાહી સ્નાનનો હિસ્સો માનવામાં આવતું હતું. અને પોતાની આંખોને કાતિલાના બનાવવા માટે તે કોપર મેલાકાઇટ અને બ્લેક લેડ સલ્ફાઈટનો ઉપીયોગ કરતી હતી જે દાલચીની(તજ)ની છાલ અને લોબાનમાંથી બનાવવામાં આવતું હતું.

જણાવી દઈએ કે ક્લિયોપેટ્રાએ માત્ર 39 વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડી દીધી હતી. પણ કેવી રીતે થઇ તે આજે પણ એક રહસ્ય બનેલું છે. અમુકનું માનવું છે કે તેણે સાપથી ડંખ લગાવડાવીને દુનિયા છોડી દીધી લીધી, તો અમુકનું માનવું હતું કે તેણે ઝર પી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.