રોજ સવારે ઉઠ્યા બાદ કરો આ 3 કામ, 30-35 વર્ષની ઉંમરે પણ લાગશો 20 વર્ષના…

રોજ થોડા દિવસ સુધી સવારે ઉઠ્યા પછી આ 3 કામ કરો, 45 વર્ષની ઉંમરે પણ 35 ના દેખાવા લાગશો

ખૂબસુરત દેખાવુ એ દરેક મહિલાની ઇચ્છા હોય છે. પરંતુ વધતા પ્રદૂષણ વાતાવરણ અને કેટલીક રીતની જીવનશૈલીને કારણે તમારી ત્વચાની પ્રાકૃતિક ચમક અને ખૂબસુરતી ખોવાઇ જાય છે. પરંતુ જો તમે તમારી નિયમિત દિનચર્યામાં કેટલાક બદલાવ કરશો તો તમારી ત્વચાને તમે ખૂબસુરત બનાવી શકો છો. તમારે રોજ સવારે ઉઠી વધારે નહિ પરંતુ ત્રણ કામ કરવાના, જેનાથી તમારી ત્વચા પર નિખાર આવે. (તસવીરો : સોશિયલ મીડિયા)

1.રોજ સવારે ઉઠી પહેલા તો એક ગ્લાસ નવસેકુ પાણી પીઓ. નવસંકુ પાણી ફાયદાકારક રહે છે. સવારે ઉઠતા જ પાણી પીવાથી ત્વચામાં નિખાર આવે છે. સાથે જ તમારા વજનને પણ કંટ્રોલમાં રાખે છે. તમારી બોડી પણ ફિટ રહે છે.

2.રોજ સવારે ન્હાયા પહેલા એક ચમચી દૂધમાં એક ચપટી હળદર અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી તેને મોઢા પર લગાવી. તે બાદ તે સૂકાય ત્યાં સુધી તેને રાખવુ. સૂકાયા બાદ તેને ધીરે ધીરે ઊંધી દિશામાં મસાજ કરી પાણીથી ધોઇ લેવુ. આવું રોજ કરવાથી ચહેરા પર પ્રાકૃતિક નિખાર આવવા લાગશે અને તમારો ચહેરો પહેલા કરતા વધારે ખૂબસુરત થશે.

3.સવારે ન્હાતા સમયૈે પાણીમાં એક લીંબૂનો રસ મેળવી દો. પછી એ પાણીથી સ્નાન કરી લો કારણ કે લીંબૂમાં એંટીએજિંગ ગુણ હોય છે જેનાથી ત્વચા ચમકશે અને આ ઉપરાંત તકરચલીઓ પણ ઓછી થશે તેમજ તમે સંપૂર્ણ દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.

નોંધ : આ બ્યુટી ટીપ્સ ઘરેલુ નુસખા અને જાણકારી પર આધારિત છે. આની પુષ્ટિ ગુજ્જુ રોક્સ કરતુ નથી.

Shah Jina