જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે

લેફિટેન્ટ ગરિમા યાદવ: ક્યારેક માથા પર હતો બ્યુટી કવિનનો તાજ, હવે છે ઇન્ડિયા આર્મીમાં ઓફિસર

ઘણા લોકો યુવતીઓ જે બ્યુટી કવિન જેવી સ્પર્ધામાં હિસ્સો લેતી હોય છે. અને ત્યારબાદ તે બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ મોડેલિંગ કે એક્ટિંગને જ કરિયર તરીકે આગળ વધતી હોય છે. પરંતુ લેફિટેન્ટ ગરિમા યાદવ બાતે જરૂર જાણવું જોઈએ.

Image Source

ગરિમા યાદવે એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યો હતો. જયારે અત્યારે લેફિટેન્ટ છે. ગરિમા દિલ્લી વિશ્વ વિદ્યાલય સેન્ટ સ્ટીફન કોલેજથી ગ્રેજ્યુએટ કર્યું હતું. હરિયાળાના રેવાડીના સુરહેલીનીવ ગરિમાએ ઈન્ડિયાઝ મિસ ચાર્મીંગ ફેસ 2017′ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મુંબઈમાં આયોજીત આ સ્પર્ધામાં અલગ-અલગ રાજ્યોની 20 પ્રતિયોગિતાને પાછળ રાખી દીધી હતી.

Image Source

ઈન્ડિયાઝ મિસ ચાર્મિંગ બન્યા બાદ ગરિમાએ તેના સપના પર કામ કર્યું હતું. ગરિમાએ પહેલી વાર સીડીએસ (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ) ની એક્ઝામ પાસ ચેન્નાઈમાં ઓટીએ (ઓફિસર  ટ્રેનિંગ એકેડમી )માં પહોંચી હતી. તેને 1 વર્ષ સુધી તનોતોડ મહેનત કરી હતી.

Image Source

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં લેફિટન્ટ બન્યા પહેલા ઇટાલીમાં એક બ્યુટી કોન્ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી. પરંતુ તેને ચેન્નાઇ ઓટીએ જવાનું થતા તે બ્યુટી કોન્ટેસ્ટમાં ગઈ ના હતી. ગરિમાએ સીડીએસ (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ) ની એક્ઝામમાં આખા દેશમાં બીજો નંબર હાંસિલ કર્યો હતો.

Image Source

ગરિમાએ કહ્યું હતું કે, તમારી કમજોરીઓ પર કામ કરીને તેના સાચું કરી લઈએ તો એસએસબીમાં સ્થાન  પ્રાપ્ત કરી શકો છો. એક રિપોર્ટ અનુસાર ગરિમાએ કહ્યું હતું કે, ઓટીએમાં  મારો અનુભવ અદભુત હતો.