ધોનીથી લઇને અંબાતી રાયડૂ સુધી CSKના આ ભારતીય ખેલાડીઓની પત્ની સામે બોલિવુડ અભિનેત્રીઓ પણ ફેલ છે

IPLની સૌથી પોપ્યુલર ટીમમાંની એક ચેન્નાઇ સુપર કિંગ્સ છે. તેમના ખેલાડીઓની પણ ફેન ફોલોઇંગ ખૂબ જ છે. એમએસ ધોનીથી લઇને રવીન્દ્ર જાડેજા સુધી બધા ભારતીય ખેલાડીઓ તેમની રમત માટે ઘણા જાણિતા છે. પરંતુ આજે અમે ખેલાડીઓ વિશે નહિ પરંતુ તેમની ખૂબસુરત પત્નીઓ વિશે જણાવવા જઇ રહ્યા છે. જે કોઇ મોડલ કે અભિનેત્રીથી જરા પણ કમ નથી.

1.એમએસ ધોની : ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 4 જુલાઇ 2010ના રોજ એક સીક્રેટ મેરેજ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. તેમની લવસ્ટોરી ઘણી દિલચસ્પ રહી છે.

2.સુરેશ રૈના : CSKના ખેલાડી સુરેશ રૈના અને તેમની પ્રિયંકા ચૌધરી બાળપણથી જ એકબીજાને જાણતા હતા. કારણ કે બંને પાડોશમાં જ રહેતા હતા. 3 એપ્રિલ 2015ના રોજ સુરેશ રૈનાએ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા.

3.રવીન્દ્ર જાડેજા : ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા દુનિયાના સૌથી સારા ઓલરાઉન્ડરોમાંના એક છે. રવિન્દ્ર જાડેજાની પત્નીનું નામ રીવાબા છે રવિન્દ્ર જાડેજા અને રીવાબા સોલંકીની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઇ હતી. તેમને મળ્યાને ઘણો ઓછો સમય હતો અને બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા.

4.ચેતેશ્વર પૂજારા : CSKના સૌથી સજ્જન બલ્લેબાજ ચેતેશ્વર પૂજારાએ 13 ફેબ્રુઆરી 2013ના રોજ તેની મિત્ર પૂજા પાબરી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક ક્યુટ દીકરી પણ છે, જેનું નામ અદિતિ છે.

5.રોબિન ઉથપ્પા : ધાકત બલ્લેબાજ રોબિન ઉથપ્પાએ વર્ષ 2016માં શીતલ ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. શીતલ ટેનિસ પ્લેયર રહી ચૂકી છે. તે ઘણી સારી ડાંસર પણ છે.

6.અંબાતી રાયડૂ : ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી અંબાતી રાયડૂએ કોલેજના પ્રેમ ચેન્નુપલ્લી વિદ્યા સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. તે ઘણીવાર આઇપીએસ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે.

Shah Jina