આ છે ભારતના 10 સુંદર વેડિંગ ડેસ્ટિનેશન, લગ્નમાં પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચે છે લોકો

નવમાં નંબરનું ડેસ્ટિનેશન તો છે સમગ્ર વિશ્વમાં ફેમસ

લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય છે. આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેથી તેને ખાસ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે. પણ ક્યારેક આપણું નાનકડું ખોટું આયોજન લગ્ન જેવા મોટા પ્રસંગને બગાડી દે છે. આમાં, યોગ્ય વેડિંગ ડેસ્ટિનેશન પસંદ કરવું પણ ઘણું મુશ્કેલ કામ છે. ચાલો અમે તમને લગ્નની આ સિઝનમાં ભારતના 10 શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં લગ્ન કરવા માટે લોકો લાખો અને કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચે છે.

ગુજરાત : ગુજરાતને તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને કારણે રાજકુમારોની ભૂમિ પણ કહેવામાં આવે છે. જો તમારે શાહી લગ્ન કરવા હોય તો તમને ગુજરાતથી વધુ સારી જગ્યા નહી મળે. આવા ઘણા જાજરમાન કિલ્લાઓ અને ભવ્ય લગ્ન સ્થળો છે જે શાહી રીતે લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે. હવામાન પ્રમાણે અહીં લગ્ન માટે નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ છે.

કેરળ : કેરળ તેના સુંદર નજારા અને બીચ માટે પ્રખ્યાત છે. જો કે કેરળ ડેસ્ટિનેશન વેડિંગ માટે પહેલા જેટલું લોકપ્રિય નહોતું, પરંતુ જે લોકો ભીડથી દૂર શાંત સ્થળ પસંદ કરે છે તેઓ આ તરફ વળ્યા છે. કેરળના બીચ વેડિંગ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. કોવલમમાં સ્થિત, ધ લીલા એ ભારતના શ્રેષ્ઠ લગ્ન રિસોર્ટ્સમાંનું એક છે. અહીં સપ્ટેમ્બરથી માર્ચ મહિનામાં લગ્ન કરવા શ્રેષ્ઠ છે કારણ કે ચોમાસાની ઋતુમાં કેરળમાં રહેવાની અલગ જ મજા છે.

આંદામાન અને નિકોબાર : જો તમે ભીડથી દૂર આરામથી બીચ પર લગ્ન કરવા માંગો છો, તો આંદામાન અને નિકોબાર તમારા માટે યોગ્ય સ્થળ છે. સ્વચ્છ બીચ અને સુંદર નજારોને કારણે આંદામાન અને નિકોબાર ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકપ્રિય બની રહ્યું છે. આંદામાનના વૈભવી રિસોર્ટ્સ અને અહીંનો આતિથ્ય સત્કાર તમારા હૃદયને સ્પર્શી જશે. સપ્ટેમ્બરથી મે મહિનો અહીં લગ્ન માટે સારો માનવામાં આવે છે.

ઉદયપુર : રોયલ ડેસ્ટિનેશન વેડિંગમાં પણ ઉદયપુર ખૂબ જ લોકપ્રિય છે. સમૃદ્ધ વારસો, સંસ્કૃતિ અને સ્થાપત્યની ભવ્યતા અહીંના લોકોને આકર્ષે છે. તળાવોથી ઘેરાયેલું ઉદયપુર ભારતના સૌથી રોમેન્ટિક શહેરોમાંનું એક છે અને અહીં લગ્ન કરવા હંમેશા યાદગાર રહેશે. એપ્રિલથી ઓગસ્ટ મહિનામાં અહીંની મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.

જયપુર : જો તમે મહેલોમાં શાહી લગ્ન કરવા ઈચ્છો છો, તો તમે જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી શકો છો. અહીં મહેલોમાં લગ્નની ઉજવણી એક અદ્ભુત અનુભવ હશે. અહીંનો જય મહેલ પેલેસ લોકોના મનપસંદ રિસોર્ટમાંથી એક છે. આ મહેલમાં લગ્ન કરવા એ ખરેખર એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અહીં લગ્ન માટે શિયાળાની ઋતુ શ્રેષ્ઠ છે.

ઋષિકેશ : પવિત્ર શહેર ઋષિકેશમાં લગ્ન એક અલગ જ અનુભવ છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે દૂર-દૂરથી યુગલો અહીં લગ્ન કરવા આવે છે. લોકોને અહીંનું શાંત વાતાવરણ, સુંદર મંદિરો અને પ્રકૃતિ ગમે છે. અહીં ગંગાના કિનારે લગ્ન સમારોહ માટે શ્રેષ્ઠ સ્થળ છે. રાજાજી નેશનલ પાર્ક ઋષિકેશમાં સૌથી લોકપ્રિય લગ્ન સ્થળો પૈકીનું એક છે. ઓક્ટોબરથી માર્ચ મહિનો અહીં લગ્ન માટે સારો માનવામાં આવે છે.

ગોવા : પાર્ટી પ્રેમીઓ માટે ગોવાથી વધુ સારી જગ્યા કોઈ નથી. મોટાભાગના કપલ્સ લગ્ન પછી હનીમૂન માટે અહીં આવે છે. ગોવા બીચ વેડિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. ગોવા લક્ઝરી વેડિંગ ડેસ્ટિનેશનમાંથી એક છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનો અહીં માટે શ્રેષ્ઠ છે. આ સમયે, અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે તમારા લગ્નની મજા બમણી કરી દેશે.

મસૂરી : જો તમે પહાડો પર લગ્ન કરવાનું સપનું જોતા હોવ તો મસૂરી તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. JW મેરિયોટ વોલનટ ગ્રોવ રિસોર્ટ એન્ડ સ્પામાં, તમને એવી તમામ સુવિધાઓ મળશે જે તમારા સપનાના લગ્નને સાકાર કરશે. અહીં 300 થી વધુ મહેમાનો માટે જગ્યા છે.

શિમલા : હરિયાળી અને પહાડોની વચ્ચે નવું જીવન શરૂ કરવાનું દરેકનું સપનું હોય છે. જો તમારી પણ આવી ઈચ્છા હોય તો તમારા ડેસ્ટિનેશન વેડિંગ શિમલામાં જ કરવાનું પ્લાનિંગ કરો. અહીં એવા ઘણા રિસોર્ટ છે જે લગ્નની તમામ વ્યવસ્થાઓ તેમની બાજુથી જ કરે છે જેથી તમને કોઈપણ પ્રકારનું ટેન્શન ન રહે અને તમે આરામથી લગ્નનો આનંદ માણી શકો. શિમલામાં લગ્ન કરવા માટે ઉનાળાની ઋતુ શ્રેષ્ઠ છે.

મથુરા : મથુરા પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંથી એક છે. અહીં ઘણા સુંદર રિસોર્ટ છે જે ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં લગ્ન કરવા અને તેમની પાસેથી આશીર્વાદ લેવા તમારા માટે અદ્ભુત રહેશે. અહીંની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાદિષ્ટ ભોજન એવું છે કે તમે તેના પ્રેમમાં પડી જશો. અહીં ઘણા સુંદર મંદિરો પણ છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનામાં અહીં લગ્નનું આયોજન કરવું સારું માનવામાં આવે છે.

YC