પડદા ઉપર આપણે ઘણી સાઉથીની અભિનેત્રીઓને જોઈએ છીએ જેની સુંદરતા જોઈને આપણે પણ મંત્રમુગ્ધ થઇ જઈએ છીએ, ઘણી સાઉથની અભિનેત્રીઓ બોલીવુડમાં આવીને પણ પોતાની સુંદરતા સાથે અભિનયના જલવા પણ બતાવી ચુકી છે, પરંતુ આપણે પડદા ઉપર માત્ર બોલીવુડની આ અભિનેત્રીઓની જ સુંદરતા જોઈએ છે, પરંતુ તેમની મમ્મીને પણ આપે જોઈએ તો તેના કરતા પણ સુંદર દેખાય છે. આજે પણ એવી જ કેટલીક અભિનેત્રીઓની મમ્મીને જોઈએ..

કાજલ અગ્રવાલ:
ફિલ્મ સિંઘમમાં પોતાનો જલવો બતાવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલનું સાઉથ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં ખુબ જ મોટું નામ છે, પરંતુ કાજલીની મા સુમન અગ્રવાલ પણ એટલી જ સુંદર છે. તે પોતાની દીકરીનો દરેક પગલે સાથ આપે ચેહ અને તે કાજલની બિઝનેસ મેનેજર પણ છે.

ઇલિયાના ડીક્રુજ:
ઇલિયાના ડીક્રુજની સુંદરતાની ચર્ચાઓ સાઉથ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં વ્યાપેલી જોવા મળે છે. તો તેની મા સમીર ડીક્રુજ તેનાથી તેનાથી બે ડગલાં આગળ જોવા મળે છે, તેની મા એક ડિઝાઈનર છે અને તે હૈદરાબાદમાં ઇલિયાનાના નામથી જ એક લાઇફસ્ટાઇલ સ્ટોર ચલાવે છે.

અનુષ્કા શેટ્ટી:
બાહુબલીની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી જેટલી સીધી અને સરળ દેખાય છે તેટલી જ તેની માતાપ્રફુલ્લ શેટ્ટી પણ દેખાય છે, તેની મા લાઇમ લાઈટથી ઘણી દૂર છે પણ કેટલાક સમારંભમાં તે પોતાની દીકરી સાથે જોવા મળે છે.

હંસિકા મોટવાની:
હંસિકાની જેમ તેની માતા પણ એટલી જ સુંદર છે. તેની માતા મોના મોટવાની હંસિકાને દરેક વાતે સપોર્ટ કરે છે. હંસિકા પણ સાઉથમાં ખુબ મોટું નામ ધરાવે છે.

પૂજા હેગડે:
પૂજા હેગડે પણ સાઉથનું એક જાણીતું નામ છે, તેની માતા લતા હેગડે તેના કરતા પણ વધારે સુંદર છે, પોતાના કેરિયરની શરૂઆતમાં પૂજાને તેની માતાનો ખુબ જ સાથ મળ્યો છે. પૂજાએ ફિલ્મ મોહેંજોદડોથી બોલીવુડમાં શરૂઆત કરી હતી. ત્યારબાદ તે હાઉસફુલ-4માં પણ જોવા મળી.

શ્રિયા સરન:
સાઉથીની અભિનેત્રી શ્રિયા સરને ફિલ્મ દૃશ્યમમાં અજય દેવગણ સાથે કામ કર્યું હતું, શ્રિયાની મા નીરજા સરન સુંદરતાની બાબતમાં તેનાથી એક કદમ આગળ છે.

તમન્ના ભાટિયા:
તમન્ના ભાટિયાની મા રજની ભાટિયા એક ગૃહિણી છે. જેમને તેમની દીકરીને હંમેશા સાથ આપ્યો છે અને તેમના સાઠના કારણે જ આજે તમન્નાનુંનામ જાણીતું છે. તમન્નાની માતા પણ તેના જેવી જ સ્ટાઈલિશ છે.

ત્રિશા કૃષ્ણન:
ત્રિશા પણ સાઉથનું એક જાણીતું નામ છે. બોલીવુડમાં પણ તેને અક્ષય કુમાર સાથે ગિલ્મ ખટ્ટા મીઠામાં કામ કર્યું છે. તેની માતા ઉમા પણ એટલી જ સુંદર દેખાય છે, તેમને પણ તમિલમાં ઘણી ફિલ્મોમાં ઓફર મળી પરંતુ તેમને એ ઓફર સ્વીકારી નહોતી, તે પોતાની દીકરીને આગળ વધારવા માંગતા હતા.

તાપસી પન્નુ:
અભિનેત્રી તાપસી પન્નૂએ સાઉથથી પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી અને આજે બોલીવુડમાં પણ તે એક જાણીતું નામ છે. તેની માતાનું નામ નિર્મલજિત પન્નુ છે. તે ઘણી જ ઓછી જોવા મળે છે પણ તાપસી તેના ફોટો શેર કરતી રહે છે.

શ્રુતિ હસન:
સાઉથના સુપર સ્ટાર કમલ હસનની દીકરી શ્રુતિ હસનને આજે છે, તેની માતાનું નામ સારિકા છે અને તે પણ બોલીવુડની જાણીતી અભિનેતી છે. અભિનેત્રી હોવાની સાથે તે કોસ્ચ્યુમ ડિઝાઈનર પણ છે. સાથે તે સુંદરતામાં પણ શ્રુતિ કરતા ઘણી આગળ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.