મનોરંજન

આ અભિનેત્રીઓની મમ્મીઓ છે તેનાથી પણ વધુ સુંદર, તસ્વીરો જોઈને હેરાન રહી જશો

આ ૬ અભિનેત્રીઓ કરતા એની મમ્મી છે વધુ હોટ અને બોલ્ડ, જુઓ તસવીરો

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે પોતાની માં ની સૌથી નજીક છે અને તેને પોતાની આદર્શ માને છે.આ અભિનેત્રીઓ પોતાની મમ્મીઓ સાથેની તસ્વીરો પણ શેર કરતી રહે છે. અભિનેત્રીઓની માંની તસ્વીરો જોતા એવું લાગશે કે તેઓ પણ સુંદરતાની બાબતમાં પોતાની દીકરીઓથી કમ નથી. આવો તો જણાવીએ આવી-માં-દીકરીની જોડીઓ વિશે.

Image Source

1. ઉર્વશી રૌતેલા-મીરા સિંહ રૌતેલા:
બોલીવુડની હોટ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સિંહ સાહબ દ ગ્રેટ દ્વારા ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. માત્ર 17 વર્ષની ઉંમરે ઉર્વશીએ મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો હતો. ઉર્વશીની સુંદરતા તો દરેક કોઈ જાણે જ છે પણ તેની મા મીરા સિંહ પણ કઈ કમ નથી. શરૂઆતથી જ મીરા સિંહ બ્યુટી બિઝનેસમાં છે અને તેનું એક ફેમસ બ્યુટી સલુન પણ છે. ઉર્વશી પોતાની સુંદરતાનું ક્રેડિટ પોતાની મા ને આપે છે.

Image Source

2. અક્ષરા સિંહ- નીલિમા સિંહ:
ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી અક્ષરા સિંહની સુંદરતા કોઈથી કમ નથી. તેની માં નીલિમા સિંહ પણ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે અને તે મોટાભાગે વિલેન કે ખરાબ સાસુના રોલમાં જોવા મળી છે. માં-દીકરીની સુંદરતા જોઈને તમે પણ હેરાન રહી જશો.

Image Source

3. અનન્યા પાંડે-ભાવના પાંડે:
અનન્યા પાંડે આજે બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. ચુલબુલી અદાઓ અને ક્યૂટ અનન્યાની માં ભાવના પાંડે સુંદરતાની બાબતમાં અનન્યાને પણ ટક્કર આપે છે. નેટફ્લિક્સ સિરીઝ ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બૉલીવુડ વાઇવ્સમાં બંને માં-દીકરીની જોડી જોવા મળી છે.

Image Source

4. શ્રદ્ધા કપૂર-શિવાંગી કોલ્હાપુરી:
શ્રધ્ધા કપૂર બોલીવુડના વિલેન શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપૂરીની દીકરી છે. જણાવી દઈએ કે શિવાંગી એક જમાનાની ફેમસ અદાકારા પદ્મિની કોલ્હાપુરીની બહેન છે. શ્રદ્ધા કપૂર અને માં શિવાંગી કોલ્હાપુરીની તસ્વીર જોઈને તમે પણ હેરાન રહી જશો.

Image Source

5. દીપિકા પાદુકોણ-ઉજાલા પાદુકોણ:
બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં શામિલ દીપિકા પાદુકોણે આજે આ મુકામ પોતાની મહેનતના દમ પર મેળવ્યું છે. દીપિકા પોતાની માં ઉજાલા પાદુકોણની ખુબ નજીક છે. દીપિકાની માં પણ સુંદરતાની બાબતમાં કોઈથી કમ નથી.

Image Source

6. ઇલિયાના ડીક્રુઝ-સમીરા ડીક્રુઝ:
ઇલિયાના ડીક્રૂઝે ફિલ્મી કારકિર્દીની શરૂઆત સાઉથ ફિલ્મ ઇન્સ્ટ્રી દ્વારા કરી હતી.ફિલ્મ બરફી દ્વારા ઇલિયાનાએ બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ઇલિયાનાની માં સમીરા ડીક્રુઝ પણ સુંદરતાની બાબતમાં ટક્કર આપે છે. જો તમે બંને માં-દીકરીને સાથે જોશો તો અંતર નહિ કરી શકો કે કોણ માં છે અને કોણ દીકરી.