મનોરંજન

મોટા પડદા ઉપર એક્શન સીન કરનારા સોનુ સુદની લવ લાઈફ પણ છે એટલી જ સ્વીટ અને સિમ્પલ

7 તસ્વીરોમાં જુઓ સોનુ સુદની લાઇફસ્ટાઇલ

સોનુ સૂદનું નામ આજે કોઇથી અજાણ્યું નથી. દેશનું નાનું બાળક પણ સોનુ સુદથી પરિચિત થઇ ગયું છે અને એની પાછળનું કારણ તેની ફિલ્મોમાં કામ નહીં પરંતુ લોકડાઉનમાં જે રીતે તે અસલ જીવનનો પણ હીરો બનીને આવ્યો અને લોકોને ઘરે સુધી પહોંચવા ઉપરાંત જે મદદ કરી તેના કારણે આજે લાખો કરોડો લોકો સોનુને ભગવાનની જેમ પૂજે છે. સોનુ સુદનાં અંગત જીવન વિશે પણ આ સમયે ઘણી વાતો સામે આવી. આજે અમે તમને એની લવ લાઈફ વિશે જણાવવાના છીએ, જે વાંચીને સોનુ માટેનું માન હજુ પણ વધારે વધી જશે.

Image Source

સોનુ સુદનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે, સોનુ સુદનાં લગ્ન 24 વર્ષ પહેલા જ થઇ ગયા હતા અને તેમને બે બાળકો પણ છે, તેમની પત્ની વિશે પણ કોઈને ખાસ જાણ નથી કારણ કે તેમની પત્ની હંમેશા લાઇમલાઈટથી દૂર જ રહે છે, તેની પાછળ પણ એક કારણ છે.

Image Source

એ બંનેના લગ્નની એક ખાસ વાત એ છે કે સોનુ જયારે પંજાબી છે તો તેમની પત્ની તેલુગુ છે. સોનાલી જયારે નાગપુરની યશવંત રાય ચૌહાણ કોલેજમાં હતી ત્યારે જ સોનુ સાથે તેની મુલાકાત થઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં સોનુએ જણાવ્યું હતું કે સોનાલી તેના જીવનમાં આવનાર પહેલી છોકરી છે અને તેની સાથે જ સોનુએ લગ્ન કર્યા છે.

Image Source

શરૂઆતના સમયમાં સોનાલી નહોતી ઇચ્છતી કે સોનુ સુદ ફિલ્મોમાં પગ મૂકે. પરંતુ સોનુ સુદનાં પેશનને હંમેશા તેને સન્માનની નજરથી જોયો છે. સોનુ અમિતાભ બચ્ચનનો ચાહક છે. તેની પર્સનાલિટી પણ અમિતાભ જેવી છે. માટે તેને પોતાના કેરિયરની શરૂઆતમાં મોડેલિંગમાં પગ મુક્યો. એન્જીનીયરીંગ બાદ સોનુ મોડેલ બન્યો અને પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત 1999માં તમિલ ફિલ્મ “કલ્લાજાગર”થી કરી.

Image Source

સોનુ સુદ માટે ફિલ્મોનો સફર આસાન નહોતો. પરંતુ આ દરમિયાન તેની પત્ની સોનાલીએ તેનો ખુબ જ સારી રીતે સાથ આપ્યો. મુંબઈમાં સંઘર્ષ દરમિયાન એવી સ્થિતિ પણ તેમને જોઈ છે કે એક ફ્લેટમાં સોનુ અને સોનાલી રહેતા હતા અને તેમની સાથે ત્રણ બીજા લોકો પણ રહેતા હતા. સોનાલી એક ઓરડામાં પણ સોનુ સાથે બહુ જ ખુશીથી રહેતી હતી. ક્યારેય તેને કોઈ ફરિયાદ નથી કરી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.