ખેલ જગત

ખુબ જ સુંદર છે આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, વહેલી સવારે 4 વાગે પણ ઉઠીને જુએ છે મેચ, જુઓ તેની કાતિલ તસવીરો

બોલીવુડના સિતારાઓની જેમ ક્રિકેટરોની લાઈફ પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. તેમના વિભાવિ જીવન પણ ચાહકોનું ધ્યાન આર્કષે છે. ભારતમાં જ્યારથી આઇપીએલની શરૂઆત થઇ છે ત્યારથી વિદેશી ખેલાડીઓ પણ ભારતીયો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, એવો જ એક ખેલાડી છે  શિમરોન હેટમાયર. જે પોતાની રમત દ્વારા તો દર્શકોનું દિલ જીતી લે છે, પરંતુ આજે આપણે તેની રમતની નહિ પરંતુ તેની ખુબ જ સુંદર ગર્લફ્રેન્ડની વાત કરીશું.

શિમરોન હેટમાયાર ક્રિકેટના મેદાનમાં ખુબ જ આક્રમક જોવા મળે છે, પરંતુ જેટલો તે મેદાનમાં આક્રમક છે તેટલો જ મેદાનની બહાર રોમાન્ટિક છે. હૅટમાયર બાળપણથી એક છોકરીને પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ તેની સાથે તસવીરો શેર કરતો રહે છે.

હેટમાયારની ગર્લફ્રેન્ડનું નામ નીરવાની ઉમરાવ છે. તે ગયાનાની રહેવાવાળી છે. ઉમરાવ હેટમાયરની દરેક મેચ જુએ છે. જયારે વેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારત આવી હતી ત્યારે તે દરેક મેચ સવારે 4 વાગે ઉઠીને જોતી હતી.

હેટમાયરના સારા પ્રદર્શન માટે તે સોશિયલ મીડિયામાં તેનો ઉત્સાહ પણ વધારતી જોવા મળે છે. ભારતમાં જયારે બપોરે 1.30 કલાકે મેચ શરૂ થાય છે ત્યારે એ સમયે ગયાનામાં સવારના 4 વાગે છે. પરંતુ ઉમરાવ તેના પ્રેમીની એક પણ મેચ છોડતી નથી.

નીરવાની ઉમરાવ ખુબ જ સુંદર દેખાય છે અને તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે. તેની તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે.

શિમરોન પણ તેની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર કરે છે, જેમાં બંને ખુબ જ રોમાન્ટિક પણ જોવા મળે છે. તેની આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.