પાકિસ્તાની ગર્લ બાદ આ દેશી છોકરીએ સાડી પહેરી લગાવ્યા એવા ઠુમકા કે ઇન્ટરનેટ પર વીડિયોએ લગાવી આગ, જુઓ વીડિયો

આ ખૂબસુરત છોકરીના ડાન્સનું દીવાનું થયુ ઇન્ટરનેટ, મૂવ્સે કર્યા બધાને ઘાયલ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંના કેટલાક ફની તો કેટલાક ચોંકાવનારા તો કેટલાક લગ્નના હોય છે. હાલ દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. ત્યારે લગ્નના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવે છે, જે ઘણા વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો,

જેમાં એક પાકિસ્તાની છોકરી બોલિવુડના ગીત પર ડાન્સ કરી રહી હતી અને તેના આ વીડિયોએ તો ધમાલ મચાવી દીધી હતી. તેના ડાન્સ મૂવ્સ પણ ઘણા ફેમસ થઇ ગયા હતા. ત્યારે હાલ એક બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં દેશી ગર્લ સાડીમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો આમ તો બે વર્ષ જૂનો છે પરંતુ હાલ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાતી છોકરીએ તેના ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તે ‘ઇક્કો હીલ દે નાલ’ ગીત પર ડાન્સ કરી રહી છે.

વીડિયો જોઇ લાગી રહ્યુ છે આ વીડિયો લગ્ન કે પછી કોઇ બીજા ફંક્શનમાં કેપ્ચર કરવામાં આવ્યો છે. લોકોની ભીડ વચ્ચે આ છોકરી સ્ટેજ પર બિંદાસ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સ વીડિયોને અત્યાર સુધી 65 લાખ વ્યુઝ મળ્યા છે અને 90 હજારથી વધારે લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. આ વીડિયો યૂટયૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેણે ધમાલ મચાવી દીધી છે.

Shah Jina