બોલિવૂડમાં એકવાર ફરી એવો સમય આવી ગયો છે કે જયારે સ્ટાર્સ કિડ્સ એટલે કે બોલિવૂડની નવી પેઢી પર્દાર્પણ કરવા જઈ રહી હોય. એવામાં કેટલાક સ્ટાર કિડ્સ એવા છે કે જેને ડેબ્યુ કરી લીધું છે તો કેટલાકના ડેબ્યુ કરવાની રાહ જોવાઈ રહી છે. એવા સમયે બોલિવૂડ સ્ટાર્સની સુંદર દીકરીઓને પણ મોટા પડદા પર જોવાની સૌને રાહ છે. આપણા માનીતા બોલિવૂડ સ્ટાર્સની દીકરીઓ તો એવું લાગે કે જાણે આ બધી જ ગ્લેમર વર્લ્ડ માટે બની હોય. તો ચાલો આજે આવી જ બોલિવૂડની દીકરીઓ વિશે વાત કરીશું કે જેમની સુંદરતાનો કોઈ જોટો નથી –
– શ્રીદેવીની દીકરી – જાહ્નવી કપૂર
View this post on Instagram
Wearing the Nykaa Strobe & Glow highlighter in Gold Mine ✨ this Diwali ❤️
શ્રીદેવી અને બોનીકપૂરની દીકરી જાહ્નવી કપૂરે 2018માં પોતાની પહેલી ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. સુંદરતાની વાત કરીએ તો જાહ્નવી તેની માતા શ્રીદેવી કરતા જરાય ઉતરતી નથી દેખાતી. ઘણીવાર જાહ્નવી મેકઅપ વિના પણ જોવા મળી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હોય છે. હાલ જાહ્નવી પાસે ઘણી ફિલ્મો છે, જેમાં હાલ તે કારગિલ ગર્લ પર કામ કરી રહી છે.
– સંજય દત્તની દીકરી – ત્રિશલા દત્ત
ત્રિશલા દત્ત અને અભિનેતા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. ત્રિશલા દત્તે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર કેટલીક હોટ તસ્વીરો પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો જોઈને અંદાજો લગાવી શકાય કે ત્રિશલા એ પોતાની સ્ટાઇલ અને તેના લૂક્સ પર ઘણી મહેનત કરી છે.
– જેકી શ્રોફની દીકરી – ક્રિષ્ના શ્રોફ
જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે, તેને બોલિવૂડમાં પ્રવેશ કર્યો નથી. તે એક ફિટનેસ એક્સપર્ટ છે, અને સોશિયલ મીડિયા પર તેમના લાખો ચાહકો છે. થોડા સમય પહેલા ક્રિષ્ના શ્રોફની કેટલીક હોટ અને બોલ્ડ તસ્વીરો વાયરલ થઇ હતી. ક્રિષ્નાએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. બોલિવૂડમાં તે ડેબ્યુ કરે એ પહેલા તો તેની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
– ગોવિંદાની દીકરી – ટીના આહુજા
ગોવિંદાની દીકરી ટીના આહુજા હિન્દી સિનેમામાં સેકન્ડ હેન્ડ હસબન્ડ ફિલ્મ માટે જાણીતી છે. થોડા સમય પહેલા તે ગજેન્દ્ર વર્માના એક ગીતમાં પણ જોવા મળી હતી. તે બોલિવૂડમાં આવી તો ગઈ છે, પણ ન તો તેને સફળતા મળી કે ન તો તેના કામની કોઈ ખાસ નોંધ લેવાઈ. 30 વર્ષીય ટીનાએ ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતક કર્યું છે. એ પછી તે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લંડનથી એક્ટિંગ પણ શીખી છે.
– શ્વેતા બચ્ચન નંદાની દીકરી – નવ્યા નવેલી નંદા
અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાને સૌ કોઈ જાણે જ છે. એમ તો નવ્યા નવેલી કોઈ બોલિવૂડ પાર્ટીમાં કે કાર્યક્રમમાં ઓછી જ દેખા દે છે, પણ તે એટલી સુંદર છે કે તે જયારે પણ જાહેરમાં દેખાય છે તો તરત જ તેની તસ્વીરો વાયરલ થઇ જાય છે. જો કે હવે તે ધીરે-ધીરે લાઇમલાઇટમાં આવવા લાગી છે. તે એટલી સુંદર છે કે તે કોઈ ફિલ્મની હિરોઈન જેવી જ દેખાય છે, પણ હાલ તો તેનો બોલિવૂડમાં પ્રવેશ કરવાનો કોઈ જ પ્લાન નથી.
– શાહરુખ ખાનની દીકરી – સુહાના ખાન
શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન બોલિવૂડની સૌથી ફેમસ સ્ટારકિડમાંથી એક છે, એ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને અવારનવાર તે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. સુહાના હાલમાં લંડનમાં એક્ટિંગ શીખી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, સુહાના પણ પોતાના પિતાની જેમ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.
– પુજા બેદીની દીકરી – આલિયા ફર્નિચરવાલા
View this post on Instagram
આલિયા ફર્નિચરવાલા પોતાના જમાનાની હોટ અભિનેત્રી પૂજા બેદીની દીકરી છે. આલિયાના નાના કબીર બેદી પણ એક જાણીતા અભિનેતા છે. એ દેખાવમાં પોતાનાઈ માની જેમ જ સુંદર છે અને જલ્દી જ એ બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. તે પોતાની ડેબ્યુ ફ્લિમમાં સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આલિયાની હોટ અને ગ્લેમરસ તસ્વીરો જોઈને કહી શકાય કે તે બોલિવૂડની બીજી બધી સ્ટાર કિડ્સને ટક્કર આપવા માટે તૈયાર છે.
– ચંકી પાંડેની દીકરી – અનન્યા પાંડે
પોતાના જમાનાના સ્ટાર રહી ચૂકેલા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે બોલિવૂડમાં પર્દાર્પણ કરી ચુકી છે. તે સ્ટુડન્ટ ઓફ ધી યર – 2માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળી હતી. તે સુંદરતામાં કોઈનાથી ઉતરતી નથી. તેની માસુમ દેખાવે લોકોનું દિલ જીતી લીધું છે. હવે તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ પતિ, પત્ની ઓર વોમાં જોવા મળશે.
– જાવેદ જાફરીની દીકરી – અલ્વિયા જાફરી
જાણીતા ડાન્સર અને અભિનેતા જાવેદ જાફરી આજે પણ કયારેક ક્યારેક ફિલ્મોમાં જોવા મળી જાય છે. ત્યારે એમની દીકરી એટલી સુંર છે કે તેને જોતા જ રહેવાનું મન થઇ જાય. તેના વિશે ચર્ચાઓ છે કે તે જલ્દી જ બોલિવૂડમાં પ્રવેશ કરવાની છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે, તેના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે.
– મિથુન ચક્રવર્તીની દીકરી – દિશાની ચક્રવર્તી
દિશાની ચક્રવર્તી સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની દીકરી છે અને તે એક એક જાણીતી ઇટરનેટ સેલિબ્રિટિ પણ બની છે. એવી ખબરોએ જોર પકડ્યું છે કે તે જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. તેને ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે, તે ખૂબ જ સુંદર દેખાય છે.
– સંજય કપૂરની દીકરી – શનાયા કપૂર
અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર પણ તેની કઝીન બહેન સોનમ કપૂરની જેમ દેખાવમાં ખૂબ જ સુંદર છે. તે અવારનવાર પોતાના માતાપિતા સાથે પાર્ટીઓમાં જોવા મળે છે. થોડા સમય પહેલા જ શનાયા કપૂરનો બેલી ડાન્સિંગનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોએ તેના ખૂબ જ વખાણ પણ કર્યા હતા. તે મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર દેખાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.