વાયરલ

ટ્રાફિક કર્મીઓને માર મારતો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ

આ કારણે ટોળું વિફર્યું અને પોલીસને દોડાવી-દોડાવીને માર્યા- જુઓ વિડીયો

અવાર નવાર સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. તેમાં કેટલાક ફની પ્રકારના હોય છે, તો કેટલાક ચોંકાવી દેનારા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં લોકો રસ્તા વચ્ચે ટ્રાફિક કર્મીઓને માર મારતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો કર્ણાટકના મૈસૂરુનો હોવાનું સામે આવ્યુ છે, ત્યારે ટોળાએ 3 ટ્રાફિકકર્મીને માર માર્યાની ઘટના સામે આવી છે. એક બાઇકચાલકનું મોત થતાં લોકો રોષે ભરાયા હતાં અને ફરજ પર હાજર ત્રણેય પોલીસકર્મીને માર માર્યો હતો. લોકોએ એવું કહી પોલીસને માર માર્યો કે, પોલીસે રોકવા જતાં બાઇકચાલનું મોત થયું હતું.


પોલીસકર્મીઓએ એવું કહ્યું હતું કે, લારી સાથે અથડાતાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બાઇકચાલકનું મોત થયું હતું. આ પછી ત્રણેય પોલીસકર્મીઓએ ટોળા સામે અલગ અલગ ફરિયાદ કરી છે.