લો બોલો… આઈફોન 15નું બુકીંગ કરવા છતાં ડિલિવરી ના મળી તો આ ભાઈએ સ્ટાફવાળાને ઢીબી નાખ્યા, મારામારીનો વીડિયો થયો વાયરલ, જુઓ

ક્રોમા સેન્ટરમાં ગ્રાહકે બુક કરાવ્યો હતો આઈફોન, સમયસર ડિલિવરી ના મળવાના કારણે ભરી ગયો ગુસ્સે, સ્ટાફ સાથે કરી મેમરી, વીડિયો વાયરલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.

Beaten Staff of not getting the booked iPhone : થોડા દિવસ પહેલા જ આઇફોને પોતાનો નવો ફોન આઈફોન 15 લોન્ચ કર્યો. જેને લઈને આઈફોન લવર ખુબ જ ઉત્સાહિત હતા અને આ ફોન તેમની પાસે જલ્દીમાં જલ્દી આવે તેવી ઈચ્છા પણ રાખી રહ્યા હતા. ત્યારે મુંબઈમાં તેનું વેચાણ શરૂ થવાના પહેલા દિવસે જ લોકો આખી આખી રાત લાઈનોમાં પણ ઉભા રહ્યા હતા. પરંતુ આ દરમિયાન એક વીડીયો સામે આવ્યો છે, જેમાં આઈફોનનું બુકીંગ કરવા છતાં ફોન ના મળવાના કારણે ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનમાં મારામારી કરી હતી.

બે લોકોની ધરપકડ :

આ ઘટના સામે આવી છે ઉત્તર દિલ્હીના રૂપ નગર વિસ્તારમાંથી. જ્યાં iPhonesની ડિલિવરીમાં વિલંબને લઈને ઈલેક્ટ્રોનિક્સ સ્ટોરના કર્મચારીને માર મારવા બદલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રૂપ નગર બંગલા માર્ગ પર સ્થિત ક્રોમા સ્ટોરમાં બની હતી.

ક્રોમા સેન્ટરમાં બની ઘટના :

ઉત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે ઘટના અંગે પીસીઆર કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં સ્ટાફ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે બે આરોપીઓ જસકીરત સિંહ અને મનદીપ સિંહે ક્રોમા સેન્ટરમાં iPhone 15 બુક કરાવ્યો હતો. કલસીએ કહ્યું કે આઇફોનની ડિલિવરીની અપેક્ષિત તારીખ શુક્રવાર હતી, જેને સ્ટોર પૂરી કરવામાં નિષ્ફળ ગયો, જેના પગલે બંનેની કર્મચારી સાથે ઝઘડો થયો.

શોરૂમમાં જ કરી મારામારી :

આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે લોકો શોરૂમની અંદર કર્મચારીઓને મારતા જોવા મળી રહ્યા છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ બંને આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 107/151 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને શુક્રવારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.

Niraj Patel