અજબગજબ

જાણવા જેવું – જાણો દાઢી રાખવા પાછળની આ 10 વાતો, જાણીને તમે દાઢી કરવાનું બંધ કરી દેશો

આજકાલ આપણે જ્યા જોઈએ ત્યાં દરેક યુવાન લાંબી દાઢીમાં જ જોવા મળે છે. કોર્પોરેટમાં નોકરી કરતો વ્યક્તિ પણ લાંબી દાઢી રાખીને ફરતો જોવા મળે છે. બોલિવૂડનો અભિનેતા હોય કે કોઈ દુકાન ચલાવતો વ્યક્તિ કે કોઈ ડોક્ટર કે વક્કીલ કે કોઈ પણ વ્યવસાય લઇ લો. આજકાલ દરેક ક્ષેત્રમાં પુરુષ લાંબી દાઢીમાં જોવા મળે છે. અને યુવતીઓને પણ દાઢી વાળા પુરુષો પસંદ આવે છે. પરંતુ હંમેશાથી આવું ન હતું. એક જમાનો હતો, જયારે યુવતીઓ મોટી દાઢી વાળા યુવકોને બાબા કહીને ચીડવ્યા કરતી હતી. ઘરથી દુર રહેતા છોકરાઓ જ્યારે દાઢી રાખીને ઘરે આવતા હોય ત્યારે તેમને ઘરમાં પણ ઘૂંસવા દેતા ન હતા. તે સમયે લોકો વાળ ઓછા અને દાઢીને વધારે કપાવતા હતા. ટીવી પર બ્લેડ અને શેવિંગ ક્રીમની જાહેરાતો ખુબ આવતી હતી.

Image Source

પણ પછી અચાનક જ જાણે કોઈ ‘દાઢી પ્રેમી’ ની દુઆનો અસર થયો અને છોકરીઓનો ટેસ્ટ બદલાઈ ગયો. તેઓને ક્લીન શેવવાળા છોકરાઓથી વધારે દાઢીવાળા છોકરાઓ વધુ પસંદ આવવા લાગ્યા છે. તે પણ આજકાલ પોતાના બોયફ્રેન્ડ કે હસબંડ સાથે દાઢી વધારવાની જીદ કરતી હોય છે. ઘરના લોકોએ પણ દાઢીને લીધે થતો અણગમો છોડી દીધો છે. ગયા વર્ષે તો આખો નવેમ્બર મહિનો ‘નો શેવ નવેમ્બર’ ના નામથી ફેસ્ટીવલ ઉજવવામાં આવ્યો હતો.

તો જાણો દાઢી સાથે જોડાયેલી અમુક દિલચસ્પ વાતો અને તેના ફાયદાઓ જેને સાંભળતા તમે પણ શેવ કરતા જરૂર અચકાસો.

1. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષા:

દાઢી માત્ર તમને દેખાવામાં જ સારો લુક નથી આપતી પણ તે તમને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે. સાથે જ આ ઉમર કે ઈજા જેવા નિશાનોને છુપાવવામાં પણ મદદ કરે છે.

2. એલર્જીથી બચાવે છે:

તમારી દાઢી છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની સાથે સાથે તમને ફૂલોની રજ તેમજ ધૂળ જેવા રજકણોવાળી એલર્જીથી પણ બચાવે છે.

Image Source

3. આ સમયે ખુબ જડપથી વધે છે દાઢી:

જો કે આજકાલ દાઢી વધારવાનું ચલણ તમારી ચરમસીમા પર છે અને તેના માટે બજારમાં ઘણી એવી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પણ રાતની તુલનામાં દિવસમાં દાઢી ખુબ જડપથી વધતી હોય છે.

4. જો શેવિંગ કરવાનું બંધ કરી દેશો તો શું થશે:

જો તમે શેવિંગ કરવાનું બંધ કરી દેશો તો તમારી દાઢી 7.5 મીટર સુધી લાંબી બની જશે. માટે આવું તો ના જ કરશો બાકી છોકરીઓ તમને બાબા કહીને જરૂર બોલાવશે.

Image Source

5. પોગોનોફોબિયા:

જે દાઢી સાથે જોડાયેલો એક પ્રકારનો ડર હોય છે. જે વ્યક્તિને પોગોનોફોબિયા હોય છે, તેઓને દાઢી રાખવાથી ડર લાગતો હોય છે. જયારે તેમને આ પ્રકારનો ડર લાગતો હોય છે તે ત્યારે તેમને પરસેવો આવી જાતો હોય છે અને હાર્ટબીટ્સ વધી જવી વગેરે જેવી ચીજો થતો હોય છે.

6. દાર્શનિક એટલા માટે રાખે છે દાઢી:

પહેલાના સમયમાં દાઢી, ફિલોસોફરના પ્રોફેશનનું પ્રતિક માનવામાં આવી હતી, માટે તમે આ સમયમાં ફિલોસોફરની તસ્વીરો જોશો તો તમને તેઓનો લુક એવો જ જોવા મળશે.

Image Source

7. આ રીતે નથી વધતી દાઢી:

લોકોની આ ખૂબ જ ખોટી ધારણા હોય છે કે ક્લીન શેવ કરવાથી દાઢી ખુબ જલ્દીથી વધતી હોય છે પણ આ વાત એકદમ ખોટી છે. આ ખોટી ધારણાને લીધે લોકો પોતાના ગાલ પણ છોલતા રહેતા હોય છે.

8. છોકરીઓને દાઢીવાળા છોકરાઓ આવે છે વધુ પસંદ:

એક અભ્યાસ અનુસાર છોકરીઓને એવા છોકરાઓ વધુ પસંદ આવતા હોય છે જેઓની દાઢી ખુબ જ લાંબી અને ભરાવદાર હોય છે. અમને આશા છે કે આ વાતને જાણીને તમારું દિલ ગાર્ડન-ગાર્ડન અચૂક થઇ જશે.

Image Source

10. શેવિંગ કરવામાં ખર્ચ કરો છો તમે આટલો સમય:

એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે વ્યક્તિ પોતાના આખા જીવનના 3,350 કલાકો શેવિંગ કરવામાં ખર્ચ કરી દેતા હોય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.