ખબર

બેયરે કહ્યું ‘મોદીજી વાઘ આવે તો મારી નાખજો’ અને મોદીનાં આ જવાબે કરોડો લોકોના દિલ જીતી લીધા

ડિસ્કવરી નેટવર્કના પ્રસિદ્ધ ‘મૈન વર્સીઝ વાઈલ્ડ’ ટીવી શો ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વાળા એપીડોસના પ્રોમોને શુક્રવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે.આ પ્રોમો 4 મિનિટ 24 સેકન્ડનો છે.સૌથી મોટી વાત એ છે કે તે ડિસ્કવરી ઇન્ડિયા એ નહિ પણ ભાજપના ટ્વીટર એકાઉન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવેલો છે.

એપિસોડમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ શો ના હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે જંગલોમાં ફરતા નજરમાં આવશે.શો નો આ એપિસોડ નોર્દન ઇન્ડિયાના હિમાલયન ફૂટ હિલ્સમાં શૂટ કરવામાં આવ્યો છે.આ જંગલોમાં વાઘ, હાથી, મગરમચ્છ અને સાંપ ખુબ મળી આવે છે.આ બધાની વચ્ચે બેયર ગ્રિલ્સની સાથે મોદીજીની એડવેન્ચર જર્નીની દુનિયાભરમાં રાહ જોવાઈ રહી છે. આ ખાસ એપિસોડને લઈને દરેક લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બેયર મોદીજીને કહે છે કે તમે ભારતના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો.માટે મારું કામ છે તમારું ધ્યાન રાખવું અને તમને સલામત રાખવા.પછી મોદીને ભાલો આપતા કહ્યું કે,”જો કોઈ વાઘ તમારી તરફ આવે તો તમે તેને મારી નાખજો”. તેના પર મોદીજી કહે છે કે,”કોઈને મારવું અમારા સંસ્કારમાં નથી.પણ તેને હું તમારી સલામતી માટે મારી પાસે રાખી લવ છું”.

મોદીના બાળપણને લઈને થશે વાત:
મોદી બેયર ગ્રિલ્સની સાથે મળીને એક ભાલો તૈયાર કરે છે અને આજ દરમિયાન બેયર પૂછે છે કે મૈં સાંભળ્યું છે કે બાળપણમાં તમે જંગલોમાં ખુબ સમય વિતાવ્યો છે? તેના પર મોદીજી કહે છે કે,”હું હિમાલય જાતો હતો. 17-18 વર્ષની ઉંમરમાં મેં ઘર છોડ્યું. વિચારતો હતો કે શું કરું અને શું ન કરું, પ્રકૃતિ મને ખુબ જ પસંદ હતી”.

અહીં થઇ છે શૂટિંગ:
આ શો ની શૂટિંગ માટે યુપી અને ઉત્તરાખંડને પસંદ કરવામાં આવ્યું છે. મૈન વર્સીઝ વાઈલ્ડના આ ખાસ એપિસોડની શૂટિંગ યુપી ના બિજનૌર જનપદના કાલાગઢના જિમ કાર્બેટ પાર્કમાં થઇ છે.વીડિયોમાં કાર્બેટ ટાઇગર રિઝર્વ દ્રશ્યોને જોઈને ક્ષેત્રની જનતા રોમાંચિત છે.

સ્વચ્છ ભારતને લઈને શો પર થશે વાત:
શો ના દરમિયાન પીએમ મોદીજી પર્યાવરણની સુરક્ષા પર પણ વાત કરે છે અને જણાવે છે કે લોકો માટે તેનું અસ્તિત્વ બની રહેવું કેટલું જરૂરી છે. આ એપિસોડ દુનિયાના ઘણા દેશોમાં દેખાડવાની તૈયારી પણ છે.

સંકટના સમયે એકદમ શાંત રહે છે પ્રધાનમંત્રી મોદીજી:
એક ઇન્ટરવ્યૂમાં ગ્રિલ્સએ કહ્યું કે,”મને લાગે છે કે તમે રાજનેતાઓને સૂટ-બુટ પહેરેલા અને સ્માર્ટ લુકમાં જોયા હશે. પણ અમારા કાર્યક્રમનું પોતાનું એક સ્તર છે. અમને એ વાતથી ફર્ક નથી પડતો કે તમે કોણ છો?આ સાહસ અને પ્રતિબદ્ધતાનો શો છે. મોદીજી કોઈપણ વિપરીત પરિસ્થિતિનો બહાદુરીથી સામનો કરે છે. પછી તે ખરાબ મૌસમ પણ કેમ ન હોય”.

ગ્રિલ્સના આધારે,”અમારો સામનો મોટી ચટ્ટાનો અને જોરદાર વરસાદ સાથે થયો.શૂટિંગ માટે અમારી ટીમને ખુબ સમસ્યાને પણ સહન કરવી પડી પણ મોદીજી આ સ્થિતિમાં શાંત રહ્યા.તેને જોઈને તમને ખબર પણ ના પડી શકે કે તે કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.દરેક સમસ્યાઓમાં  પણ તેના ચેહરા પર સ્મિત જ હોય છે.આજ બધી ખાસિયતો તેને વર્લ્ડ લીડર બનાવે છે”.

8 ભાષાઓમાં પ્રસારિત થશે શો:
મૈન વર્સીઝ વાઈલ્ડ શો નો આ વિશેષ એપિસોડ 12 ઓગસ્ટ ના રોજ રાતે 9 વાગે પ્રસારિત કરવામાં આવશે.તેને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી એમ અલગ અલગ 8 ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

જુઓ વિડીયો…