સમુદ્રની ભયંકર લહેર વહાવી લઇ ગઇ આખું ઘર, કરોડો લોકોએ જોયો વીડિયો, તમે જોયો કે નહિ ?

સમુદ્રની આવી એવી ભયંકર લહેર કે આખે આખું ઘર જ વહી ગયુ…વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું એક મોટુ હબ છે. સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઇ જાય તે કોઇને નથી ખબર હતી. અવાર નવાર સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો વાયરલ થાય છે, જેમાંના કેટલાક ચોંકાવનારા કેટલાક ફની તો કેટલાક આશ્ચર્યમાં મૂકી દે તેવા હોય છે. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,

જેમાં અમેરિકાના નોર્થ કેરોલિનામાં દરિયા કિનારે બનેલું બીચ હાઉસ જોરદાર લહેરને કારણે ધોવાઈ ગયું. આ ક્લિપ, કેપ હેટેરસ નેશનલ સીશોર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી હતી, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વાયરલ ફૂટેજમાં, એટલાન્ટિક મહાસાગરમાં ભયંકર મોજાને કારણે એક ઘર તૂટી પડતું અને વહી જતું જોઈ શકાય છે. સત્તાવાર ટ્વિટર હેન્ડલ @CapeHatterasNPS એ પુષ્ટિ કરી છે કે 24265 ઓશન ડ્રાઇવ, રોડાંથે ખાતે ખાલી પડેલું ઘર તૂટી પડ્યું હતું.

વીડિયો જ્યારથી શેર કરવામાં આવ્યો ત્યારથી તે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ ગયો અને કરોડો લોકોએ જોયો. આ ઘટના જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. કેટલાક યુઝર્સે કહ્યું કે આ ક્લાઈમેટ ચેન્જની ખતરનાક ચેતવણી છે. ઘણા લોકોએ લખ્યું એવું કહ્યુ કે આવા બાંધકામ પર સરકાર દ્વારા તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી વધુ અકસ્માતો તેમજ સમુદ્રનું પ્રદૂષણ અટકાવી શકાય.

Shah Jina