પ્રવાસ

જ્યારે પણ ગોવા જાવ તો આ 3 કાળા ધંધાથી સાવધાન રહો! નહિ તો મૂર્ખના સરદાર બની જશો

ગોવા જવાના હોય તો આ 3 વસ્તુનું ધ્યાન રાખજો નહિ તો કોઈ તમને બુદ્ધિ વગરના કહેશે

દરેક સામાન્ય લોકોનું સપનું હોય જ છે કે એક વાર તો ગોવા ફરવા માટે જવું જ છે. ગોવામાં એવી ઘણી વસ્તુઓ છે જે  દેખાતી તો નથી અને કોઈ અનુભવ પણ નથી કરી શકતું. જો કે ગોવા કહેવાય તો છે જન્નતની નગરી પણ ત્યાં ઘણી ધોખાઘડી આપણી સાથે અજાણતા થઇ જાય છે, માટે તેનાથી બચવું ખુબ જરૂરી છે. આવો તો જણાવીએ કે ગોવામાં ક્યાં-ક્યાં વ્યાવસાયિક ધોખાઘડીથી બચવું જોઈએ.

Image Source

1.પબ્લિક ટ્રાન્સપોર્ટનો એકાધિકાર(મોનોપૉલી): તમે ગોવા બસથી, ટ્રેનથી કે પછી ફ્લાઇટથી જાઓ,પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઘોટાલો તો થાય જ છે. ખાસ કરીને જેઓને ગોવા વિશે કઈ ખાસ જાણકારી નથી તેઓના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે પૈસા ઠગી લેવાની સમસ્યાઓ થઇ શકે છે.

Image Source

એવું શા માટે થાય છે?: ગોવાની ડિમાન્ડ અને સપ્લાઈને લીધે. દરેક જગ્યાએ ઓલા, ઉબેરની સુવિધા છે પણ ગોવાના પ્રાઇવેટ ટૈકસીએ આ અધિકાર ન આપ્યો. અહીં તમારે ક્યાંય પણ જવા માટે પ્રાઇવેટ વાહન જ કરવાનું રહે છે. ગર્વમેન્ટ એપ્રુવ્ડના નામ પર અહીં બધુ કંટ્રોલ કરીને રાખ્યું છે અને પર્યટકોને વધારે ચાર્જ આપવો પડે છે. જો કે તમે બસ દ્વારા કે અન્ય પર્યટકો સાથે ટેક્સી કે અન્ય વાહન શેર કરીને આ સમસ્યાથી બચી શકો છો.

2. નિયંત્રિત કૈશ ફ્લો: ગોવામાં એક બીજી સમસ્યા એ પણ છે કે અહીં ATM ખુબ જ ઓછી સંખ્યામાં છે, ખાસ કરીને સાઉથ ગોવામાં. સ્થાનીય લોકો કાર્ડથી પેમેન્ટ લેવાનું પસંદ નથી કરતા.જે ATM છે તેમાં પૈસા નથી હોતા કે પછી પૈસા ઉપાડવા માટે લોકોની લાંબી લાઈન લાગેલી હોય છે.

Image Source

આવું શા માટે થાય છે?: અહીં ઘણી જગ્યાઓ પર કૈશ એક્સચેન્જ પોઈન્ટ્સ બનેલા છે જ્યા ટિકિટ બુક કરાવા જેવો વેપાર પણ ચાલે છે. આ લોકો કૈશ પર 3 થી 5 ટકાના કમીશનીની કમાણી કરે છે. જો કે આ બધું વિદેશીઓ માટે છે.

જો કે તમે પહેલાથી જ તમારી યાત્રાના અંદાજે કૈશ તમારી સાથે જ રાખો જેથી ATM ની લાઈનમાં ઉભું રહેવું ન પડે અને યાત્રાની મજા લઇ શકાય.

Image Source

3. પેટ્રોલ માફિયા: પૈસાની જેમ જોકે પેટ્રોલ, ડીઝલની સમસ્યા તો નથી પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એવું છે કે સમસ્યા આવી જ જાય છે. ભારતમાં સૌથી વધારે પર્યટકો ગોવા આવે છે પણ અહીં માત્ર કાર્યશીલ 110 પેટ્રોલપંપ જ છે, જે સૌથી સુધી વધારે નોર્થ અને સેંટ્રલ ગોવામાં છે.

એવું શા માટે?: જો કે લોકો અહીં મહેનતનું કામ કરવા નથી ઇચ્છતા. ઘરેથી પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ વહેંચવું પણ આવું જ એક કામ છે અને તેના માટે લાઇસેન્સની જરૂર પણ નથી રહેતી. અહીં 65 રૂપિયાનું લીટર પેટ્રોલ આરામથી 70-75 રૂપિયામાં વેંચાય છે.

Image Source

જો કે તેમાં તમારી યાત્રાના હિસાબે પ્લાન કરો અને એક જ વારમાં તમારી સ્કૂટી કે અન્ય વાહનમાં પેટ્રોલ ભરાવી લો જેથી તમારી યાત્રામાં કોઈ સમસ્યા ન આવે અને તમે પુરા જોશની સાથે તમારી યાત્રા એન્જોય કરી શકો.