સેલ્ફી લેવાનું કહીને કોલેજના ચોથા માળ ઉપર ચઢી વિદ્યાર્થીની, પછી આપઘાત કરવા માટે માર્યો ઉપરથી જ કૂદકો, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

આજે ઘણા યુવાનો નાના મોટા કારણોને લઈને આપઘાત કરી લેતા હોય છે. ગુજરાત સમેત દેશભરમાં આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે તો ઘણીવાર કોઈ ભણતરના ભારના કારણે આપઘાત કરવાનું વિચારી લેતા હોય છે. ત્યારે હાલ ઇન્ટરનેટ ઉપર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી ચોથા માળેથી મોતની છલાંગ લગાવતી જોવા મળી રહી છે.

આ ઘટના સામે આવી છે મેરઠમાંથી. જ્યાં બાયપાસ સ્થિત મેડિકલ કોલેજની લાઇબ્રેરીના ચોથા માળેથી એક BDS વિદ્યાર્થી શંકાસ્પદ હાલતમાં કૂદી પડી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

સુભારતી મેડિકલ કોલેજમાં અસદ શમ નિવાસી લિસાડીગેટની દીકરી વાનિયા શેખ બીડીએસના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. વાનિયા શેખ બુધવારે ત્રણેક વાગ્યે લાઈબ્રેરીમાં હતી. ઈન્સ્પેક્ટર રાજેશ કંબોજના જણાવ્યા અનુસાર, વાનિયા શેખને કોલેજના પરિસરમાં સ્થિત અન્ય વિદ્યાર્થીઓએ લાઈબ્રેરીના ચોથા માળેથી પડતાં જોઈ હતી.

લાયબ્રેરીની છત પરથી જમીન પર પટકાતા વાનિયાને ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત વાનિયાને કોલેજની જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. જ્યાં તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતાં જ વાનિયાના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘટનાના કારણ અંગેની માહિતીનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે વાનિયાના સાથી વિદ્યાર્થીઓ પાસેથી તેના વિશે પૂછપરછ કરી. પરંતુ કોઇપણ વિદ્યાર્થી કંઇ કહી શક્યો ન હતો.

તો મીડિયા રિપોર્ટ અનુસાર એક વિધાર્થી પાસેથી એમ જાણવા મળ્યુ કે વાનિયાએ કહ્યું હતું કે “હું ઉપર જઈ રહી છું. ત્યાંથી સેલ્ફી લેવી છે. વાતાવરણ પણ સારું છે.” જેની થોડીવાર બાદ તે બિલ્ડીંગની બાઉન્ડ્રી ઉપર ઉભી થઇ ગઈ અને નીચે વિદ્યાર્થીઓએ બુમરાણ મચાવી દીધી કે કુદીશ નહિ. પરંતુ તેને કોઈનું સાંભળ્યું નહિ અને છત ઉપરથી છલાંગ લગાવી દીધી.”

તો આ મામલમાં કોલેજ પ્રબંધનનું કહેવય છે કે વાનિયાના કુદતા પહેલા તેના મિત્ર સાથે ફોન ઉપર તેનો ઝઘડો થયો હતો. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ રાજેશ કંબોજના જણાવ્યા અનુસાર આ ઘટના અંગે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી. ઘટનાની તપાસ માટે પોલીસ ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થીની ચોથા માળની ટેરેસ તરફ એકલી જતી જોવા મળે છે. મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના કેવી રીતે બની તે તપાસ બાદ જ ખબર પડશે.

Niraj Patel