ખબર

BIG NEWS: આખું ભારતીય ક્રિકેટ જગત આઘાતમાં સારી પડ્યું, આ દિગ્ગજ ક્રિકેટરનું થયું નિધન

ભારતમાં કોવિડના સંક્રમણના નવા કેસમાં છેલ્લા 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ દર્દીઓનો મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. સરકારી મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ નવા 3.11 લાખ દર્દીઓ નોંધાયા છે પરંતુ મોતનો આંકડો 4000થી વધુ છે.

છેલ્લા ૨ મહિનાથી કોરોનાને લીધે ભારતમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે એવામાં આ મહામારીએ ઘણા લોકોને તેમના પ્રિયજનો અલગ કર્યા. હવે ક્રિકેટની દુનિયાથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજેન્દ્રસિંહ જાડેજા કોવિડની જીવનની લડત હારી ગયા છે.

તેમના મૃત્યુથી ભારતીય ક્રિકેટ જગત ચોંકી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોવિડ -19 ના ચેપને કારણે અવસાન થયું છે. તમને જણાવી દઈએ તેમની ઉમર 66 વર્ષ હતી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક કહ્યું હતું કે જાડેજાના અવસાનથી એસોસિએશન દુ:ખની લાગણી વ્યક્ત કરે છે. તેઓ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટરોમાના શાનદાર ખેલાડી હતા.

કોવિડના યુદ્ધમાં તેમનું અવસાન થયેલું છે. તે રાઇટ આર્મ પેસ બોલર હતા. ઉપરાંત તોઓ સારા ઑલરાઉન્ડર પણ હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50, અને 11 લિસ્ટ એ મેચમાં ક્રમશ: 134 અને 14 વિકેટો લીધી હતી. જ્યારે બંને ફોર્મેટમાં તેમણે 1536 અને 104 રન પણ બનાવ્યા હતા.