ખેલ જગત

હાર્દિક પંડ્યા અને શિખર ધવનથી થઈ ગઈ આ મોટી ભૂલ, હવે બીસીસીઆઈ કરી શકે છે મોટી કાર્યવાહી

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પોતાની ઇજાને લઈને ટીમની બહાર છે. હાર્દિક પંડ્યાની સર્જરી લંડનમાં કરાવવામાં આવી, હાલ તે એકદમ સ્વસ્થ છે પર્નાતું હજુ તેમને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાછું નથી મેળવ્યું.

Image Source

શિખર ધવન અને હાર્ડિક પંડ્યા સાથે ભારતીય ટીમનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ પોતાની ઇજાને લઈને ટીમની બહાર છે ત્યારે એ ત્રણેય ખેલાડીઓ સ્વસ્થ થઇ અને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ઘરેલુ ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે.

Image Source

હાલમાં ત્રણેય ખેલાડીઓ મુંબઈમાં ચાલી રહેલા ડીવાય પાટીલ ટી 20 ટુર્નામેન્ટમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં જ હાર્દિક અને શિખર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. પોતાની ક્રિકેટ રમતા બંને ખેલાડીઓએ બિસિસિઆઇની આચાર સંહિતાનું ઉલ્લઘન કર્યું હોવાનું સામે આવ્યું છે.

Image Source

શિખર ધવન અને હાર્દિક પંડ્યા બેટિંગ કરતી વખતે બીસીસીઆઇનો લોગો લગાવેલું હેલ્મમેંટ પહેરીને મેદદાનમાં ઉતર્યા જેના કારણે તેમને બીસીસીઆઈના નિયમનું ઉલ્લઘન કર્યું છે. આ માટે બીસીસીઆઈ તરફથી તેમને સજા પણ ફટકારી શકાય છે.

Image Source

બીસીસીઆઈ દ્વારા 2014માં જ નક્કી કરી દેવામાં આવ્યું હતું કે ઘરેલુ ક્રિકેટ રમતી વખતે હેલ્મેટ ઉપર બીસીસીઆઈના લોગોનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ ખેલાડી આમ કરશે તો તે બીસીસીઆઈની આચાર સંહિતાનું ઉલ્લઘન થયું માનવામાં આવશે, ત્યકરે હાર્દિક પંડ્યા અને શિખર ધવન દ્વારા કરવામાં આવેલી આ ભૂલને લઈને બીસીસીઆઈ તેમને કોઈ સજા ફટકારી શકે છે. એવું પણ માનવામાં આવ્યું રહ્યું છે કે હાર્દિક અને શિખર ઉપર દંડ વસુલવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.