એક સમયે જય અને વીરુ તરીકે ઓળખાતા જય ભાનુશાળી અને વિશાલ વચ્ચે થયો જોરદાર ઝઘડો, બહેન પર એવું કહ્યુ કે…

સલમાન ખાન સ્ટારર ટીવી રિયાલિટી શો “બિગબોસ” કોન્ટ્રોવર્શિયલ શો છે. બિગબોસ હાઉસમાં રોજ કોઇના કોઇ કારણસર હંગામો થતો રહે છે. બિગબોસનો એપિસોડ ખૂબ જ હંગામેદાર રહેવાનો છે. સોમવારના રોજ ઘરમાં મીડિયાની મોટી હસ્તિઓ આવશે જે ઘરવાળાને કેટલાક તીખા સવાલ કરશે. ઘરવાળા તેમનો સામનો કરશે. આ દરમિયાન જય ભાનુશાળી અને વિશાલ કોટિયન વચ્ચે જબરદસ્ત ઝઘડો થશે. જય વિશાલને ઘટિયા કહીને બોલાવે છે જે બાદ આ ઝઘડો એટલો વધી જાય છે કે તેઓ હાથાપાઇ પર ઉતરી આવે છે.

એક સમયે ઘરમાં જય અને વીરુ તરીકે ઓળખાતા જય ભાનુશાળી અને વિશાલ કોટિયન વચ્ચે એટલું અંતર આવી ગયું છે કે બંને એકબીજાને આંખોની સામે જોવા નથી માંગતા. મીડિયા સેશન દરમિયાન એક પત્રકારે જયને પૂછ્યું કે શું તે તેના ઓવર કોન્ફિડન્સને કારણે શોમાં નથી દેખાઈ રહ્યો.

આ સવાલના જવાબમાં જય કહે છે – હું એ વાત પર વિશ્વાલ નથી કરતો કે હું કેટલો મોટો છું કે નાનો. જય તેની વાત સામે રાખી રહ્યો હોય છે ત્યારે વિશાલ વચ્ચે બોલે છે આવું વિચારવું ઘણુ સરળ છે કે તમે ગેમ એકલા રમી લેશો, ત્યારે જય વિશાલની આ વાત પર જય તેને ઘટિયા કહે છે. જય આગળ કહે છે – જે વ્યક્તિ તેની બહેનનો સગો ન હોય તે કોઇનો પણ સગો ન હોઇ શકે. પ્રેસની સામે જય અને વિશાલ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ થાય છે.

થોડા સમય પછી, જય અને વિશાલ ઘરમાં ફરી લડવા લાગે છે. જય ગુસ્સાથી વિશાલને ધક્કો મારે છે અને પછી વિશાલ પણ જયને ધક્કો મારે છે. ટૂંક સમયમાં જ જય અને વિશાલ એકબીજા સાથે હિંસક બની જાય છે. પરિવારના સભ્યો બંનેને સંભાળવાની કોશિશ કરે છે પરંતુ જય અને વિશાલને કાબૂમાં રાખવું બધા માટે મુશ્કેલ લાગે છે. હવે એ એપિસોડ ટેલિકાસ્ટ થયા પછી જ ખબર પડશે કે વિશાલ અને જયની ​​આ હરકત માટે બિગ બોસ તેમને શું સજા આપશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

Shah Jina