બિહારની મનીષા રાનીએ ગોવામાં વરસાવ્યો કહેર, સમુદ્ર કિનારે કરાવ્યુ એવું હોટ ફોટોશૂટ કે લોકો જોતા જ રહી ગયા

હોટ પેંટ…બિકિની ટોપ…મનીષા રાનીએ બદલ્યો ગોવામાં મિજાજ, હોંશ ઉડાવી દેશે એક્ટ્રેસની હોટ તસવીરો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

‘બિગ બોસ OTT 2’ ફેમ મનીષા રાની આ દિવસોમાં ગોવામાં વેકેશન માણી રહી છે. મનીષાએ તેની ગોવા ટ્રીપની ઘણી તસવીરો શેર કરી છે જે લોકોના હોંશ ઉડાવી રહી છે. મનીષાએ બિકીની ટોપમાં ખૂબ જ હોટ તસવીરો ચાહકો સાથે શેર કરી છે, જેને જોઈને તમે પણ કહેશો કે ગોવામાં ગરમી કારણ વગર વધી રહી નથી.

આ તસવીરોમાં મનીષા રાની હોટ પેન્ટ અને બિકીની ટોપ પહેરીને બીચ પર ચીલ કરતી જોવા મળી રહી છે. જો કે, એ અલગ વાત છે કે સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો જોઈને ફેન્સની ઊંઘ હરામ થઇ ગઇ છે. મનીષાએ વ્હાઇટ ઓપન શર્ટ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો. મનીષા રાનીની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મનીષાની પોસ્ટ પર ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભોજપુરીની ક્વિનના ચાહકો વખાણ કરી રહ્યા છે. મનીષા રાની ઈન્ટરનેટ પર્સનાલિટી અને ડાન્સર છે. તેને ટિકટોક અને YouTube થી ઘણી લોકપ્રિયતા મળી. જો કે, બિગ બોસમાં આવ્યા બાદ તેની ખ્યાતિમાં ઘણો વધારો થયો છે. બિહારની મનીષા રાની પોતાની કારકિર્દી માટે કલકત્તા પહોંચી હતી. અહીં તેણે અભિનેત્રી બનવા માટે ઘણી મહેનત કરી. તેણે વર્ષ 2015માં ડી ઈન્ડિયા ડાન્સમાં પણ ભાગ લીધો હતો.

આ પછી તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કર્યો. પરંતુ તેને બિગ બોસ OTT 2થી ખ્યાતિ મળી. આ શો પછી, તેણે ટોની કક્કર અને એલ્વિશ યાદવ સાથે ઘણા ગીતો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મનીષા રાનીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. આ મામલે તે બોલિવૂડ અને સાઉથની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

જણાવી દઇએ કે, બિગ બોસના ઘરમાં મનીષા રાની અને પ્રખ્યાત યુટ્યુબર અભિષેક મલ્હાન વચ્ચે ખાસ મિત્રતા જોવા મળી હતી. તેણે સલમાન ખાનના શોમાં મિત્રતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું અને એટલું જ નહીં, આ વિવાદાસ્પદ શોના અંત પછી પણ તેણે પોતાની મિત્રતા જાળવી રાખી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina