હવે ગુજરાતમાં વૃદ્ધો પણ સુરક્ષિત નથી, ગુજરાતમાં અહીં થઇ દંપતિની હત્યા, ઘરની ઓસરી લોહી લોહાણ, રહસ્ય હજુ પણ અકબંધ

ગુજરાતમાં આ ગામમાં વૃદ્ધ બાપા-માજીનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં ઘરમાંથી મળ્યો, હત્યાનું રહસ્ય એમ….

ગુજરાતમાં હત્યાના મામલાઓ હવે સામે આવવા લાગ્યા છે. ઠેર ઠેર ચોરી અને લૂંટફાંટના બનાવો પણ સામે આવે છે ત્યારે અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ રીતે હત્યા કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. લાંબા સમય સુધી વૃદ્ધ દંપતીના ઘરના દરવાજા બંધ રહેતા, લોકોને આશંકા ગઈ હતી અને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર લીલીયાના બવાડા ગામના વૃદ્ધ દંપતી ભીમજીભાઇ ભગવાનભાઈ દુઘાત (ઉ.વ.72) અને તેમના પત્ની લાભુબેન દુધાત(ઉ.વ.67)ની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.

આ બંને વૃદ્ધ દંપતી પોતાની 12 વિઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને 4 સંતાનો છે જેમાં 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. પુત્ર સુરત ખાતે ટેકસટાઇલ ઉદ્યોગમાં નોકરી કરે છે અને તે સુરતમાં જ વસવાટ કરે છે. તો 3 દીકરીઓ પરણિત હોવાથી સાસરિયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા.

લાંબા સમય સુધી વૃદ્ધ દંપત્તિ ઘરની બહાર ના આવતા પાડોશીઓ અને સંબંધીઓએ દરવાજો ખખડાવ્યો, બૂમો પાડી, પરંતુ અંદરથી દંપતીનો કોઇ જવાબ મળ્યો ન હતો. એક પાડોશીની અગાસી પરથી ઘરમા નજર કરતા બન્ને ઓસરીમા પલંગ પર સુતેલા નજરે પડ્યા હતા. પાડોશી દ્વારા વધુ તપાસ કરતા બન્ને લોહી તરબોળ અને મૃત હાલતમા મળી આવ્યા હતા. જેને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાઇ હતી. અહી ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમા નજરે પડ્યો હતો. હવે પોલીસે આ બાબતે લાશના પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel