બધા જ સંસ્કાર છોડીને ભાભી પર લટ્ટુ થયો દેવર, નજર લપસી અને એકાંતમાં માણ્યું- જાણો પછી શું થયું
સમગ્ર દેશ સહીત ગુજરાતમાંથી પણ હવે મહિલાઓ સાથે છેડછાડ અને અત્યાચારના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે. ઘણી મહિલાઓ તો આજે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. પરણિત મહિલાઓ ઉપર ઘણી જગ્યાએ તેના દિયર જેઠ અને સસરા પણ નજર બગાડતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલ એવી જ એક ઘટના બાવળામાંથી પણ સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
પ્રાપ્ત માહિતી અનુસાર બાવળામાં રહેતી અને ચાર બાળકોની માતાએ પોલીસમાં તેના જ દિયર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ જણાવ્યું છે કે તેનો દિયર તેના ઉપર 2017થી નજર બગાડી રહ્યો છે અને તેને વારંવાર ગેસ્ટ હાઉસ અને પાણીની ટાંકીની ઓરડીમાં લઇ જઈને બળાત્કાર ગુજાર્યો છે.
મહિલાએ જણાવ્યું છે કે કુટુંબી દીયર રાજુભાઈ લક્ષ્મણભાઈ પઢાર તથા મારા કુટુંબી કાકા ભીખાભાઈ રામસંગભાઈ પઢાર બાવળા નગરપાલિકામાં કામ રાખવા માટે બોલાચાલી થઇ હોવાથી રાજુભાઈએ મને ધમકી આપી કે તારા પતિ જો ભીખાભાઈની સાથે સંબંધ રાખશે તો હું તેને તથા તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.
જેના બાદ પરણિત મહિલાને રાજુભાઈએ બાવળા-ધોળકા રોડ ઉપર મળવા માટે બોલાવી હતી. ત્યાં પરણિતા તેની સાથે કામ ઉપર આવતી બીજી મહિલાઓ સાથે ગઈ હતી. ત્યાં રાજુભાઈએ તેને કહ્યું કે અહીંયા આપણને વાત કરતા કોઈ જોઈ જશે તો સારું નહીં લાગે એમ કહીને નજીકમાં આવેલા ચાવલા ગેસ્ટ હાઉસની એક રૂમની અંદર લઇ ગયા હતા.
જ્યાં પરણિતા સાથે એક બીજી મહિલા પણ હતી. પરંતુ રાજુભાઈએ કોઈ બહાને બીજી મહિલાને બહાર કાઢી મૂકી. અને રૂમનો દરવાજો બંધ કરી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથે આવેલી મહિલાએ દરવાજો ખખડાવવા છતાં પણ દરવાજો ખોલ્યો નહોતો અને જો આ વાત કોઈને કહી તો તેના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મહિલાએ પોલીસ ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે જેના બાદ ત્રણ મહિના સુધી રાજુભાઈ બળાત્કાર ગુજારતા રહ્યા. અને મહિલાએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી, પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.